________________
૫૦૨
[ પંચસૂત્ર-૫ બરાબર એ જ સમજે, તે અવસરે એના પ્રભનને જતું કરે. પણ ઔચિત્યને જતું નહિ કરે. આમ ઔચિત્યને અખંડ જાળવે, તે મનાય કે એ આજ્ઞા પર બહુમાન કરનાર છે. જુઓ કે ઔચિત્યને ભંગ કેણ કરાવે છે? તુચ્છ સંસારના વિષય-કષાયના બહુમાન ને? એ બહુમાન જેને છે એને આજ્ઞાન આદર ક્યાંથી હોય? કેમકે સઘળીય આજ્ઞા યાને સમસ્ત જિનવચન વિષયકષાયની ભયંકરતા અને મેક્ષ-મક્ષસાધક ધમનીજ કલ્યાણ-મંગળરૂપતા દર્શાવી વિષયકષાયને અત્યંત ત્યાજ્ય અને મોક્ષ તથા સદ્ધર્મને જ ઉપાદેય-આદરણીય કહેનારા છે. ધરાર અનુચિત વર્તનારે આવાં જિનવચનની અવગણના કરી વિષયકષાય અને અર્થકામને આદર સાથે સેવી રહ્યો છે.
આથી સમજાશે કે આજ્ઞાને પ્રેમી, જેમાં સર્વત્ર મન-વચનકાયાએ ઉચિત વર્તાવને ખપી હોય, તેમ નિયમ સંવેગને સાધક હેય. “સંવેગ એટલે મેક્ષને અને માક્ષસાધક જિનેક્ત ધર્મને તીવ્ર અભિલાષ, દઢ રંગ. મેક્ષ અને ધર્મની આજ્ઞા ગમી એટલે સહેજે મોક્ષ અને ધર્મને રંગ એ જમાવે ને વધારે. આજ્ઞા પામવા છતાં જે આત્મામાં સંવેગ નથી, તે વસ્તુ તે હદયમાં આજ્ઞા પામ્ય જ નથી. સંવેગીને તે આજ્ઞાના પ્રતાપે સન્માન, સમૃદ્ધિ કે સ્વર્ગાદિ મળે, તેય ત્યાં એ ઔચિત્યા સાથે સંવેગ-વિરાગમાં ઝીલતે હેય. તેથી એને ભાવવૃદ્ધિ કે દુર્ગતિ ન થાય. પરંતુ સંવેગવિનાના ભવાભિનંદીને તે સન્માન સમૃદ્ધિ મળતાં, સંવેગાદિના અભાવે એ એવા કષાય-હિંસાદિના ઘોર પાપમાં પડે છે, કે તેથી એને દીર્ઘ દુર્ગતિના ભવે સર્જાય.