________________
પ્રત્રજ્યા–ફલસૂત્રમ ]
૫૦૧ જીવ પિતાની મલિનતા દેખી પિતાની લાયકાત અને શ્રમથી ઊજળ બને છે.
સૂત્રઃ-gબત્તિ રજુ રૂથ ઢિ શોચિત્તિપિત્તિયં, संवेगसाहगं गिअमा।
અર્થ:-અહીં અપુનબંધકતાદિનું જ્ઞાપક લિંગ આજ્ઞાપ્રિયતા છે, જે ઔચિત્ય પૂર્વકની પ્રવૃત્તિથી જણાય. એ અવશ્ય સંવેગસાધક છે.
વિવેચન-આજ્ઞાપ્રિયતા-ઔચિત્ય
સૂત્રકાર મહર્ષિ આજ્ઞાપ્રિયતાને અપુનબંધકાદિ આત્માનું લિંગ (ચિહ્ન, લક્ષણ) કહે છે. આજ્ઞાની પ્રિયતાની સાથે આજ્ઞાનું શ્રવણ અને અભ્યાસ પણ લિંગ તરીકે સમજી લેવા. ભવાભિનંદી અવસ્થા વટાવીને અપુનબંધક અવસ્થા પામનાર તે છે કે જે જિનની આજ્ઞા પ્રિય કરે છે. ત્યાં એને એમ થાય છે, કે “અહે ! ભગવંતની આજ્ઞા રુચવા, જાણવા, અને આદરવાને આ અહીં અવસર મળ્યો છે ! જે અહીં એ ચૂકીશ, તે ફરી ક્યાં મળનાર છે?” જિનાજ્ઞાપાલનનું જ જ્ઞાન અનંતુ કેવળજ્ઞાન પમાડે છે, જિનાજ્ઞાપાલનમાંજ ખર્ચેલ શક્તિ અનંતુ વીર્ય પ્રગટાવે છે, જિનાજ્ઞાપાલનમાંજ હાણેલું સુખ અનંત સુખ દેખાડે છે. જીવનમાં આજ્ઞાને વિશુદ્ધ પ્રેમ આવ્યાનું, ઔચિત્યથી થતાં પ્રર્વતનદ્વારા, જણાય છે. કેમકે
ઔચિત્યને યોગ્ય વર્તાવને) જાળવવામાં જ આજ્ઞા પર બહુમાન રહે છે. ઔચિત્યને ભંગ કરીને પ્રવર્તાવામાં તે આજ્ઞાપ્રિયતા નથી કિંતુ મેહને નાચ છે. આજ્ઞા જે સમગ્ર જડ સંસારને અસાર, તુચ્છ, કથિરને કહે છે, એવા સંસારને જે