________________
૫૦૬
[ પંચસૂત્ર-૫
એનાથી, બીજા ત્રીજા વિકારની જેમ, અપાત્રદાનનું સાહસ, ટૂંકી દષ્ટિ, આગમવચનની ઉપરવટતા, વગેરે વિકારે પણ ન થાય. આવાને જગશુરુ ઉપર આંતર ભક્તિ ખૂબ હેય જ, એમાં નવાઈ નથી; અને એથી જ એ આગમ-પરિણતિવાળો આવી જે સાચી દયા કરે, તે દયા પણ અનુબંધવાળી સુપ્રવૃત્તિ દ્વારા, અર્થાત સમ્યફ પરમાર્થમય પ્રવૃત્તિઓની પરંપરા દ્વારા, મેક્ષને અવશ્ય સાધી આપે છે.
આ રીતે પ્રવ્રજ્યાફલ-સૂત્ર સમાપ્ત થયું. એથી પંચસૂત્રની વ્યાખ્યા પણ સમાપ્ત થઈ. વ્યાખ્યાની સાથે પંચસૂત્ર પૂર્ણ થયું. હવે ટીકાકાર મહર્ષિ નીચે મુજબ વંદન વાંછા કરે છે.
શ્રતની અધિષ્ઠાત્રી શ્રી સરસ્વતી દેવીને નમસ્કાર હો. નમસ્કાર કરવા ગ્ય સઘળાયને નમસ્કાર હો. સર્વે વંદનીયને હું વંદન કરું છું. સર્વે ઉપકારીઓનાં વૈયાવચ્ચ(સેવા)ને હું ઈરછુ છું. એ સર્વના પ્રભાવે ઔચિત્યનાં પાલનપૂર્વક ધર્મમાં મારે પુરુષાર્થ છે. સર્વે જ સુખી થાઓ. સર્વે જ સુખી થાઓ, સર્વે જ સુખી થાઓ. इति श्रीचिरन्तनाचार्यकृत-पञ्चसूत्रकसत्कमाचार्यपुरन्दर-समर्थ-शास्रकारश्रीहरिभद्रसूरिकृतटीकानुसारेण सिद्धान्तमहोदध्याचार्यश्रीविजयप्रेमसूरीश्वरशिष्याणुपंन्यासभानुविजयकृतम् 'उच्च प्रकाशना पंथे' नामकं बालभाषाविवेचनं समाप्तिमगात् । विवेचनेऽस्मिन् यदि सूत्रकारटीकाकाराशयविरुद्धं श्रीजिनवचनविरुद्धं वा किञ्चित्प्रलपितं
स्यात् तदा तन्मे मिथ्या दुष्कृतं भूयादिति ।