________________
પ્રવજ્યા-ફલસૂત્રમ]
૪૯. માર્ગાભિમુખ, માર્ગ પતિત વગેરે આત્માઓ લેવા. અહિં “માર્ગ” શબ્દથી સમ્યકૃત્વ(જિનવચનની શ્રદ્ધા)ને પમાડનાર માર્ગ લે, એટલે કે વિશિષ્ટ ગુણસ્થાન(સમ્યકત્વ)ની પ્રાપ્તિ કરાવવામાં તત્પર એ ઘાતી કર્મને અમુક ક્ષપશમ લે. તેથી ચિત્તનું તવશ્રદ્ધા સન્મુખ જે સરળ ગમન નીપજે છે, એ માર્ગ કહેવાય. એ માર્ગમાં પ્રવેશેલો તે માર્ગ પતિત, અને અને માર્ગપ્રવેશને ગ્ય બને તે માર્ગાભિમુખ.
પ્રવર્તે કેમ એળખાય?
ઉ૦-એમના આચારવિચાર પરથી એ એાળખાય; જેમકે એ લીધેલી પ્રતિજ્ઞાને દઢપણે પાળનારા હોય છે. કદાચ એમાં ખલના થાય તે ગુરુસમક્ષ એના આલેચક પ્રકાશક હોય, એમ વસ્તુતત્વના ચિંતક-પરીક્ષક હોય છે, ઘર સંસાર પર બહુમાન વિનાના હોય છે, ઈત્યાદિ.
આવા જ જિનાજ્ઞા પામવાને ગ્ય હોય છે, પણ ભવાભિનંદી જી નહિ; કેમકે એ તો અપુનર્બન્ધક કરતાં ઘણું પાછલી દશામાં છે. ભવાભિનંદી જીવેને તે કેઈ જિનવચન સંભળાવે, તે પણ તેથી, એમને એ માત્ર જડપુગલાનંદી, સંસારરસિક અને મોક્ષની અરુચિવાળા તથા અસત્પાપપ્રવૃત્તિમાં લીન હેઈને વિષયપ્રતિભાસ જ્ઞાન થાય છે, કિન્તુ પરિણતિજ્ઞાન નહિ. એટલે કે દા. ત. “ઈન્દ્રિયોના ઈષ્ટ વિષયે આત્મઘાતક છે? એવું જિનવચનથી માત્ર પ્રતિભાસ રૂપે જાણી શકે છે ખરા, પરંતુ એ જાણકારી એમના દિલને અસરકારક નથી, એ વિષયને દ્રષ્ય તિરસ્કાર્ય તરીકે લગાડી શકતી નથી. એવું લગાડે તે પરિણતિ જ્ઞાન કહેવાય.