________________
૪૯૨
[ પંચસૂત્ર-૫ છે ત્યારથી એની સાથે જડાઈ ગયેલ છે, અને ગ્યતારૂપ છે, તેથી સ્વભાવભૂત છે; તેમજ ઉપાય દ્વારા એ ભવ્યત્વને પકવી એને મોક્ષની રેગ્યતામાંથી મેક્ષરૂપી ફલમાં પરિણમાવી શકાય છે...વગેરે પૂર્વે વિચારાઈ ગયું છે.
(૧૨) વ્યવહાર એ તત્ત્વનું અંગ સૂત્રઃ-gણો જીવ તત્ત, પવિત્તિવિયોગે, બળતસિદ્ધિો , निच्छयंगभावेण ।
અર્થ–આ વ્યવહાર પણ તત્વનું અંગ છે, કેમકે, એ પ્રવૃત્તિનું સંશોધન કરે છે, અનેકાંતવાદની સિદ્ધિ એથી થાય છે, એ નિશ્ચયનું અંગ છે
વિવેચન-વ્યવહાર સને આલંબી:
જગતની ભિન્ન ભિન્ન જાતિની સ્થિતિ ને યેગ્યતાને આવે વ્યવહાર પણ વાસ્તવિક તેવા તેવા વિચિત્ર સત્ પદાર્થોને અવલંબીને પ્રવર્તે છે; નહિ કે વિના પદાર્થો એ માત્ર જ્ઞાનસ્વરૂપ અર્થાત કાલ્પનિક છે. એથી હવે કેઈએમ દુરાગ્રહ રાખે કે નિશ્ચયથી તે આત્મા અનંત જ્ઞાનસુખાદિ સ્વભાવવાળે છે,
જ્યારે ભવ્યત્વાદિ વ્યવહાર તો કલિપત છે; માટે ભવ્યત્વને પકવવા કરવાની વાત ફજુલ છે, તે એને આ દુરાગ્રહ ઓટો ઠરે છે. ભવ્યવાદિનો આ વ્યવહાર સત્પદાર્થને અવલંબતો હોવાથી, એ અહીં મોક્ષ-સાધનાના પ્રકરણમાં તત્ત્વનું અર્થાત પારમાર્થિક મોક્ષનું અંગ છે.
યેગ્યતા સવસ્તુ છે –વસ્તુસ્થિતિ તે એ છે, કે યોગ્યતાના પરિપાકની પ્રકિયા તે શું, પણ યોગ્યતાનું ભાને ય અર્થાત આ વસ્તુ એગ્ય છે એવી બુદ્ધિ ય, વસ્તુ ખરેખર એવી હોય તે જ થાય. એટલે એ બુદ્ધિ અસદુહેતુક નહિ, પણ સદ્.