________________
પ્રવજ્યા-ફલસૂત્રમ્]
૪૯૧ ગુમાવે, પછી ભવ્યત્વ પકવવાની સંયોગ-સામગ્રી વિનાના ભાવમાં એ બેકાર શું સાધી શકવાને? ભવ્યત્વ એ ચિંતામણિ છે, એને આરાધો. ભવ્યત્વ એ બીજ છે, એને પકવો. બીજાઓ મેશે. ગયેલા સાંભળીને, “ત્યારે, મારી મેલ થશે કે નહિ!” આ પ્રમાણે થતી શંકા પણ પોતાનામાં ભવ્યત્વને સાબિત કરે છે.
એમ મારા આત્મામાં નિશ્ચિત થયેલા ભવ્યત્વને, અહો ! હું કેમ જલ્દી પકવું ! ' એ તમન્ના જોઈએ. )
ભવ્યત્વ એ અનાદિ સાન્ત સ્વભાવ શાથી? :
પ્રવ-ભવ્યત્વ નિવૃત્ત થવાના સ્વભાવવાળું છે કે નિત્ય છે? નિત્ય હોય તો મેક્ષમાં પણ ભવ્યત્વ રહે, અર્થાત્ મોક્ષગમનયેગ્યતા રહે ! તેથી તે વસ્તુતઃ મેક્ષ થયે જ ન ગણાય. ત્યારે જે ભવ્યત્વ નિવૃત્ત-સ્વભાવ હોય તે ક્યારનુંય નિવૃત્ત થઈ જવું જોઈએ. જો એમ કહે કે કારણે સામગ્રી પામીને નિવૃત્ત થાય છે, તે પણ નિવૃત્ત થનારા એવા ભવ્યત્વને જીવને સ્વભાવ કેમ કહેવાય ? સ્વભાવ તે તે કહેવાય કે જે વસ્તુ સાથે કાયમ રહેતા હોય. તેથી આ રીતે તે ભવ્યત્વ અસિદ્ધ નહિ બને ?
ઉ૦-ના, ભવ્યત્વ અંગે ઉપર મુજબ વિક૯૫ ઉઠાવવા નકામા છે. કેમકે યદ્યપિ ભવ્યત્વ શાશ્વત નિત્ય નથી, પણ નિમિત્ત પામીને મેક્ષ થતાં એ નિવૃત્ત થવાના સ્વભાવવાળું છે; છતાં એ ભવ્ય જીવને જે સ્વભાવ ગણાય છે, તે વ્યવહારથી. નિશ્ચયથી તે જીવમાં સદા સ્થાયી એવા જ્ઞાનાદિ ધર્મને જ સ્વભાવ કહેવાય. તેથી ભવ્યત્વ એ જીવને સ્વભાવ ખરે, પણ નિશ્ચય નયથી નહિ, હિતુ વ્યવહારથી. વ્યવહાર એ જ રીતે વ્યવસ્થિત છે, કે ભવ્ય કર્મ પ્રેરિત યા કર્માધીન નહિ, કિન્તુ જીવ જ્યારથી