________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
૪૯૫ (૨) “અeગતસિદ્ધિઓ –નિશ્ચયની સાથે વ્યવહારને પ્રધાનપણે માનવાથી જ અનેકાંતવાદ પ્રમાણસિદ્ધ કરે છે.
(૩) “નિચ્છયંગભાવેણુ-વ્યવહારથી ચારિત્ર વગેરેનું પાલન કરતાં કરતાં, આન્તર પુરુષાર્થ શુદ્ધ બનીને અપૂર્વકરણાદિ નિશ્ચયસાધના પ્રાપ્ત થાય છે.
આમ આ ત્રણ પ્રબલ હેતુએ વ્યવહાર પણ મેક્ષાંગ છે. કિંતુ. એટલું ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે દંભ યા મલિન આશંસા આદિથી રહિત શુદ્ધ વ્યવહાર એજ આજ્ઞાનુસારી પુષ્ટ આલમ્બન છે. અર્થાત્ નિશ્ચયધર્મની પ્રાપ્તિ માટે શુદ્ધ એવા વ્યવહારનું આલંબન પુષ્ટ આલંબન ગણાય; અથવા શુદ્ધ જ વ્યવહાર નિશ્ચયરૂપી પુષ્ટ આલંબનવાળે ગણાય અશુદ્ધ થવવહાર તે આ જીવે અનંત કર્યા; છતાં એ સર્વથી જે કાર્ય ન સિધ્યું, તે કાર્ય નિશ્ચયના ધ્યેય સાથેના શાસ્ત્રોક્ત ચારિત્રાદિવ્યવહારથી સિદ્ધ થાય છે.
વ્યવહાર જરૂરીના દાખલા:
નિશ્ચય-ચારિત્ર ત્રીજી કષાયની ચોકડીના ઉપશમથી પ્રગટતા આત્માના શુદ્ધ પરિણામને કહે છે. એનું સંપાદક, સંવર્ધક અને સંરક્ષક વ્યવહાર-ચારિત્ર છે. અર્થાત સ સારના સંબંધ વોસિરાવી, હરણાદ સાથે, પ્રભુ સમક્ષ, ગુરુ પાસે ચારિત્રની પ્રતિજ્ઞા કરી. જ્ઞાનદિ પંચાચારનું પાલન, શાસ્ત્રાધ્યયન,
૧ આત્મા અપ્રમત સર્વવિરતિના ભાવથી આગળ વધી શપક શ્રેણી પર ચઢવા જે અભૂતપૂર્વ આત્મવી ફેરવે છે, તે અપૂર્વકરણ કહેવાય. એથી આગળ વધી આન તકરણ, મોક્ષપણ, ઘાતિકર્મને નાશ વગેરે નિશ્ચય-સાધના કરે છે, કેવળજ્ઞાન પામી શિલેશીકરણ કરી મુક્ત થાય છે.