________________
૪૮૮
[ પંચસૂત્ર–પ
અનંતું છે. અનન્તાનઃ સંખ્યામાં ત્રણે કાળના સમયનું દષ્ટાંત છે. તેથી જેમ સમયે પ્રત્યેક ક્ષણે વહી જાય છે, છતાં એ કદી ખૂટે એમ નથી; તેમ કદી ભવ્ય ખૂટે એમ નથી. અહીં પાછું એવું નથી કે વહી ગયેલ સમય પાછા આવતા હોય તેથી કાળ અખૂટ રહેતું હોય ! એ તે નવા નવા જ સમય આવે છે.
કાળ પાછો ન આવે:
વહી ગયેલ કાળ પાછો ન આવે તે પછી એમ કેમ કહેવાય છે કે ગયેલી ઋતુ પાછી આવે છે, ક્ષય પામેલે ચંદ્ર પુનઃ આવે છે, અર્થાત્ એક વાર શુકલ પક્ષ વીત્યા પછી પણ કૃષ્ણ પક્ષ પર થયે ફરી શુક્લ પક્ષ આવે છે; પરંતુ વહી ગયેલું નદીનું પાણી કે માણસનું આયુષ્ય પાછું ફરતું નથી.”
ઉ૦-અહીં ઋતુ વગેરે સમયનું પાછું આવવાનું કહ્યું, તે વ્યવહારમાત્રથી સમજવું. અર્થાત્ નિશ્ચયથી=વસ્તુસ્થિતિએ તે બીજે ન જ ઋતુકાળ આવે છે, પણ જૂને નહિ. કેમકે નિશ્ચયથી પણ જે એને એજ કાળ પાછો ફરતો હોય, તો તો બાલ્યકાળ વગેરે નિવૃત્ત જ ન થાય. અર્થાતુ બાલ્યાદિ અવસ્થા ચાલ્યા કરવી જોઈએ; કારણ કે, પક્ષ વગેરે કાળને સ્વભાવ જ બાલ્યાદિ અવસ્થા કરવાનું છે. હવે જે કાળ એનો એ જ રહે પણ ફરે નહિ, તો એ અવસ્થા પણ ન ફરી શકે, એની એજ રહે !
ભવ્ય ન ખૂટે? એમાં દલીલ અને આગામઃ
ટૂંકમાં, કાળ ફરે છે, ચાલુ કાળ વહી જાય છે, અને ને. આવે છે; છતાં કાળ ખૂટતો નથી. તેમ ભળે પણ મેક્ષે જવા છતાં ખૂટતા નથી. કાળ અનાદિ, એમ સિદ્ધ થવાનું અનાદિ