________________
૪૮૬
[ પ'ચસૂત્ર-પ
લઈને સહજભાવે લેાકના અંતે ગમન થાય છે. પૂર્વે પ્રયાગથી એટલે કે સૌથી હલકા હાઈ, જીવ ઠેઠ ઉપર રહેવાના સ્વભાવવાળેા હોવાથી, તેમાં અટકાવનાર પૂર્વ લાગેલ કમના પ્રતિબંધ દૂર થતાંજ સહજભાવે ઉપર જાય છે. એથી જ એ નિયમ છે કે એ અસ્પૃશદ્ ગતિએ ઉપર જાય છે.
પ્ર-ત્યાંથી પાછું નીચે આવવું, પાછું ઉપર જવું, એમ વારવાર ગમનાગમન કેમ નથી થતું ?
ઉ-એજ તુંબડાના દૃષ્ટાંતથી ફરી નીચે આવવાનું નથી થતું, પરંતુ ‘એકજ સમયમાં એકજવાર ટેડ ઉપર જવાનુ વગેરે નિયમા સચવાય છે.
પ્ર૦-અહીંથી સાત રાજલેાક જેટલે ઊંચે એકજ સમયમાં જવાનું શું કમળની સે। પાંખડી એક સાથે વીંધી જનાર ભાલાના દૃષ્ટાંતે ખનતું હશે ?
૭૦-ના, ભાલે તા પ્રત્યેક પાંખડીને અડીને જાય છે, તેથી એને અસંખ્ય સમય લાગે છે. પરંતુ મુક્ત જીવ એકજ સમયમાં લેાકાન્ત જે પહેાંચે છે, તે વચલા આકાશ પ્રદેશને અડકવા વિના પહેાંચે છે. આને અસ્પૃશ-ગતિએ ગમન કહે છે.
પ્ર૦-ચમાં થઇને જાય છે, છતાં અડકે નહિ ! એ કેમ અને?
ઉ-ગમનમાં ખાસ ઉત્કષૅથી આમ બની શકે છે. જેમ સામાન્ય વેગ કરતાં વિશિષ્ઠ ઝડપથી થતા ગમનમાં વિશેષતા હોય છે, તેમ અતિ ઉંચા વેગવાળા ઉત્કૃષ્ટ ગમનમાં અસ્પૃશત્ અવસ્થાની વિશેષતા ઘટી શકે છે.