________________
૪૩૭
પ્રવ્રજ્યા-પરિપાલન ] પ્રમાણે આત્મામાં એની એ આરાધના છતાં સંવેગ પ્રતિદિન ન ને ન આવી વધતું જ જાય.
પ્રવે-તે શું નવા સૂર્યનાં દર્શનની વચમાં રાત્રિના અંધકારની જેમ, અહિં વચમાં અસંવેગ લાવવો ?
ઉ૦-ના, એમ નહિ, પણ સંવેગીએ નવું નવું કિયારહસ્યનું દર્શન, અધિકાધિક પરવિમુખતા, અને નવું નવું સમ્યજ્ઞાનાદિ કેળવતાં જોતા રહેવું જોઈએ કે “આ ક્રિયા, આ સૂત્ર, આ સાધનામાં વળી શું રહસ્ય છે? એમ બાહાનાં આકર્ષણ ઘટતાં આવે છે ને ? પરના રાગ દ્વેષ કપાઈ, પર પ્રત્યે દષ્ટિ ઓછી જાય છે? નવો નવો શાસ્ત્ર-ધ હૃદયમાં નકકર માલરૂપે વધત આવે છે ને? સમ્યગ્દર્શનના ૮ દર્શનાચાર અધિકાધિક સેવાઈ. રહ્યા છે ને? વ્રત નિયમ સહજ સ્વભાવરૂપ બને એવું મમત્વ વધે છે? પાછું આ બધાને યત્ન ચાલુ. એમાં પ્રમાદ ટાળવા વિચારવું કે “અરે ! હજી મારા હૃદયમાં મેહનું અંધારું છે? મને કેવી ઉત્તમ મોક્ષમાર્ગની સગવડ મળી છે ! એ મળ્યા પછી મેં એની કેટલી કદર વધારી ? કેટલે મોહ ટાળે ? કેટલો ધર્મ વધાર્યો ? અને હું મેક્ષ ક્યારે પામીશ ?” એમ રોજ ને રાજ વિચારતાં નવી ધગશ, નવું જોમ સંવેગનું વધે. વળી જુદા જુદા દષ્ટિબિંદુથી વિચારી શાસનની આત્મીયતા વધારતાં પણ નવનવો સંવેગ જાગે.
આ સર્વશ્રેષ્ઠ ભવ એ હવે સંસારને છેલ્લે જન્મ છે. કેમકે એ સમાપ્ત થઈને છેલ્લા કે પહેલા કેઈ જાતના ભવ વિનાના મોક્ષને આપનાર છે. આ ઉત્તમ જન્મ અતિ ઉત્તમ યશ-આદેય-સૌભાગ્ય-સુસ્વર વગેરે પુણ્યના થકવાળો હોવાથી