________________
४७८
[ પંચસૂત્રનિવૃત્તિ નિરાધાર બની! નિવૃત્તિ તે અત્યંત નાશરૂપ છે,
જ્યારે ત્યાં તમે માનેલો ચરમક્ષણને સ્વભાવ સ્વસત્તા ઊભી છે, તે એ નાશ કયાં રહેવાને ? સત્તા=અસ્તિત્વ અને નાશ, બે એકરૂપ તે કહેવાય નહિ, તેમ નાશ પલામાં રહે નહિ. એટલે નાશ યાને નિવૃત્તિ એકલી અટુલી આધારરહિત બની. અથવા,
(૨) જે કહે કે “ના, ત્યાં પછીથી ચરમક્ષણની સ્વસત્તા છે જ નહિ, એકલી નિવૃત્તિ જ ખરેખર ઊભી છે, તે નિવૃત્તિ અનવયવાળી બની ! અર્થાત નિવૃત્તિને કોઈની સાથે અન્વય યાને સંબંધ ન રહ્યો. “ચમક્ષણની નિવૃત્તિ” એવું નહિ કહી શકાય. દ્રવ્ય વિના એકલા પર્યાય માનવામાં આ આપત્તિ છે, દ્રવ્યસહિત માને તે નહિ; કેમકે એમાં તે દા. ત. અગ્નિ-દીવાની નિવૃત્તિ થઈ એટલે કે પછી બચેલા ભસ્મ-તામસપુદગલમાં પૂર્વે જે ઉષ્ણુ સ્પર્શ, પ્રકાશમય રૂપ આદિ પર્યાય હતા તે હવે મટી શીતસ્પર્શ, ત-શ્યામ રૂપ વગેરે..પર્યાય થયા, એનું જ નામ અગ્નિની નિવૃત્તિ. એ તે ઊભેલા પુદગલદ્રવ્યના ધર્મ હોઈ તેની સાથે સંબંધવાળા છે, અન્વયવાળા છે. એકલા પર્યાયમાં તે આ ઘટે નહિ. માટે અનન્વયની આપત્તિ.
તમે આ “નિયોગથી સ્વભાવ માન્યો, અર્થાત તમે કહ્યું “સ્વભાવમાં પ્રશ્ન ન હોય કે “આ આમ કેવી રીતે? નહિતર “સ્વભાવ” શબ્દનો અર્થ ન ઘટે. સ્વભાવ એટલે સ્વભાવ, એ એને જ છે. આમ કહેવામાં પછી ભલે ચમક્ષણનિવૃત્તિ નિરાધાર બને કે અનન્વયવાળી બને, એ એને સ્વભાવ જ છે કે એ એમ જ હોય.” કિંતુ આવું તમે કહેવા જતાં તે તર્ક-યુકિત વિનાનું તમારું એક આ અનુશાસન થયું ! બળાત્કાર થયે !