________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
૪૮૩ છે જ. સારાંશ, જ્ઞાનસુખાદિ આત્મસ્વભાવ ન માનવાથી મેક્ષ-સ્વરૂપ જડ પથર જેવું બની આવે !
સાંખ્ય-ચગદર્શન તે વળી કહે છે કે “જ્ઞાન-સુખાદિ તે જડ પ્રકૃતિના જ ધર્મ છે, ચેતન “પુરુષ'ના, આત્માના નહિ” તે પછી ત્યાં આત્માનું ચિતન્ય શું ? મોક્ષની પૂર્વ ભૂમિકારૂપે ઋતંભર પ્રજ્ઞા, સંપ્રજ્ઞાત-અસંપ્રજ્ઞાત સમાધિ, નવનિદિધ્યાસન, વગેરે શું ? વળી આત્મા જે સદાને કમળપત્રવત નિર્લેપ છે, તે એને બંધાવાનું ય શું ? અને મુક્ત થવાનું પણ શું ? | વેદાન્તી આત્માની શુદ્ધ પરમબ્રહ્મ-અવસ્થાને મોક્ષ કહે છે, જે નિર્ગુણ, નિર્ધમક, અને સજાતીયવિજાતીયભેદશૂન્ય છે. આ મત પણ નિયુક્તિક છે, કેમકે તે પછી એનું કાંઈ સ્વરૂપ જ ન રહે, તેથી પરમબ્રા આકાશ પુપની જેમ અસત બની જાય! કદાચ સત ચિદરૂપ કહે તે એને કઈ જ્ઞાન હોય. વિષય વિના એનામાં ચિદ્રુપતા યાને જ્ઞાનસ્વરૂપ શું ? જો જાણવાની કઈ વસ્તુ જ નથી, તે જાણકારી શી? વળી એ મેક્ષ એટલે જીવાત્માને એક જ શુદ્ધ બ્રહ્મરૂપ બનવાનું કહે છે, પરંતુ એમાં તે એવા એકજ પરમબ્રહ્મના અંશરૂપ સર્વ જીવાત્માઓને લય થઈ ગયા વિના કેઈની પણ સંપૂર્ણ મુક્તિ શી રીતે ?
બૌદ્ધો કહે છે, “મેક્ષ એટલે, ક્ષણિક આત્માની સંસારકાળમાં ચાલતી જે વિજ્ઞાનક્ષણ-પરંપરા વિષયાકારથી કલુષિત છે, એ હવે તદ્દન સ્વચ્છ થઈ નિરાકાર ચિત્યંતતિવિજ્ઞાનધારા નિરુપપ્લવ નિવિષયકરૂપે ચાલે એ મેક્ષ અથવા સમૂળ ક્ષણો
છેદ વિજ્ઞાન-ધારાને આત્યંતિક નાશ એ મેક્ષ.” આ મત પણ ઠીક નથી, કેમકે વિજ્ઞાનધારા જો નિરાકાર-નિવિષયક છે,