________________
૪૮૨
[પંચસૂત્ર-૫ અસ્પૃશ૬ ગતિથી જાય છે. (ગતિની) ઉષ્કૃષ્ટતાવિશેષથી આ ગમન છે.
વિવેચનઃ-સિદ્ધોનું સુખ, સ્થાન, ગતિ હવે મૂળ વિષય સિદ્ધ-અવસ્થા ઉપર આવે.
(અહીં સર્વજ્ઞદર્શનની તુલનામાં ઈતર દર્શને મોક્ષના અર્થાત્ સિદ્ધ અવસ્થાના કેવા સ્વરૂપને માને છે, તેની જરા ઝાંખી જોઈએ મેક્ષ સ્વરૂપ અંગે દાર્શનિક માન્યતાઓ –
ન્યાય-વૈશેષિક દર્શનવાળા આત્માનું પરિમાણ “વિભુ સર્વ દિગ વ્યાપી અને સ્વભાવ જ્ઞાનશૂન્ય માને છે. એટલે મેક્ષ થતાં (૧) એને કઈ સ્થાનમાં જવાનું એ માનતા નથી, તેમજ (૨) મોક્ષનું સ્વરૂપ આત્યન્તિક દુઃખધ્વસ, વિશેષગુણ છે, ઈત્યાદિ કહે છે. પરંતુ તે યુક્તિસંગત નથી. કેમકે (૧) આત્મગુણે જ્ઞાનસુખાદિ શરીરમાત્રમાં જ ઉપલબ્ધ થાય છે, તેથી આત્મા વિભુ સર્વવ્યાપી નહિ, પણ માત્ર દેહવ્યાપી છે. વળી (૨) મોક્ષમાં જે જ્ઞાનાદિ સર્વ વિશેષ ગુણેને ઉચ્છેદ થયે હેવાથી તદ્દન અભાવ છે, તે એવી મુક્તિ જડમુક્તિ થઈ! એ શી રીતે પ્રાચ્ય બને? કેમ જ ઈષ્ટ બને ? સુખને સર્વનાશ કોણ ઈચ્છે? વળી ત્યાં જે જ્ઞાનને સર્વથા અભાવ હોય તે પછી આત્માનું ચૈતન્ય પણ શું રહ્યું ? ચિતન્ય તે એ જ્ઞાનસ્વભાવ છે, કે જે આત્માને જડથી જુદું પાડે છે. સ્વભાવને નાશ કેમ થાય? અને જે જ્ઞાન એ આત્મસ્વભાવ ન હોય, પરંતુ કારણથી ઉત્પન્ન થનાર આગંતુક ગુણ હેય. તે જડમાં દા. ત. જડ ઈન્દ્રિયમાં એ કેમ ન જન્મે ? ઇદ્રિયવિષયસંબંધ વગેરે તે ઈન્દ્રિયમાં પણ