________________
४८०
[ પંચસૂત્ર-૪ સર્વ નિવૃત્તિ થઈ, સર્વનષ્ટ થયું, ત્યાં અન્વય કે ?
દા. ત. સોનાના કડામાંથી કુંડલ બનાવ્યાં. ત્યાં ખરી રીતે તે કડામાંનું સુવર્ણ દ્રવ્ય કાયમ રહી કુંડલમાં ઊતરે છે, અર્થાત એજ અનછ સુવર્ણના કુંડલ બને છે. તેથી કડામાં દેખાતા કેટલાક ધર્મો-પીળું રૂપ, અમુક ટચ, કઠીન સ્પર્શ, વગેરે સુવર્ણરૂપી આધારને લઈને કુંડલમાં ઊતરે છે. પરંતુ જે કડાની ઉપર કઈ રસાયણ પ્રયોગ થવાથી તે ભસ્મ બની ગયું હોત, તે હવે સુવર્ણ જ નહિ હેવાથી પીળુંરૂપ વગેરેના અન્વયને પ્રસંગજ નહિ ઊભું થાત. બૌદ્ધમતે તે, જે આમેય કડું બીજી ક્ષણે સર્વથા નિવૃત્ત થવા છતાં પીળું રૂપ વગેરે પછીના કુંડલ દ્રવ્યમાં અન્વિત થઈ શકે છે, તે ભરૂમમાં કેમ અવિત ન થાય ?
પ્ર.-એમ તો તમારા સાધાર અન્વયવાદની અપેક્ષાએ, ભરૂમમાં દેખાતા વિલક્ષણ ધર્મોને ક્યાંથી અન્વય થયે?
ઉ૦-કડાની અવસ્થામાં સુવર્ણ દ્રવ્યની જેમ, એજ સુવર્ણની અવસ્થામાં સૂક્ષમ અણુ દ્રવ્ય છે, તે કાયમ રહી ભસ્મમાં ઊતરે છે. તેથી તેના ધર્મોને અન્વય થાય છે.
આથી, તમે તે નિરાધાર અને અનન્વય-સ્વભાવ નિગથી હઠાગ્રહથી જ જે લીધે, એ સૂચવે છે કે એ તર્કસિદ્ધ નથી. કેમકે વસ્તુસ્વરૂપે પૂર્વોત્તર ક્ષણમાં એક આધારભૂત દ્રવ્ય છે જ. નહિતર, આ કારણનું આ કાર્ય એ શબ્દોને કેઈ અર્થ જ ન રહે. જેવું ચરમ ક્ષણે થતું સર્વથા નષ્ટ થવાનું વિચાર્યું, તેવું પ્રથમ ક્ષણે સર્વથા અસતની ઉત્પત્તિ અંગે વિચારવું. બંને વિચારણુમાં એકાંત પર્યાયવાદીને ઉપર કહેલા અનેક દૂષણે લાગુ થાય છે, તેથી નીચે મુજબ સૂચવે છે.