________________
४६०
[પંચસૂત્ર-૫ કર્તા, યાને આવી મળનારે “મેક્ષ' છે, ને ક્રિયાનું કર્મ“જીવ” છે. મેક્ષ આવીને જીવને ભેટે છે; તેથી પ્રાપક મોક્ષ બને. પ્રાપ્ય એટલે ભવ્ય. એ પ્રાપિત-કિયામાં કર્મ“જીવ” પણ કારણભૂત હાઈ ક્રિયાના ચિચે જીવસ્વભાવભૂત ભવ્યત્વમાં પણ વિચિત્રતા સિદ્ધ થાય છે.
ભવ્યત્વ જુદા જુદા કેમ ?
હવે અહીં જુઓ કે દા. ત. શ્રીમંતાઈ એકસરખી પણ અનેક માણસને ભિન્ન ભિન્ન કાળે આવી મળતી હોય, તે ત્યાં એ ભિન્ન ભિન્ન કાળના જ પુણ્યોદયના સ્વભાવવાળા માનવા પડે. એવા ભિન્ન ભિન્ન સ્વભાવ ઉપર જ વેપાર, સમય, આદિના ભેદ પડે છે. એવી રીતે અહીં મોક્ષ એક સરખા છતાં અનેક ભવ્યને ભિન્ન ભિન્ન કાળે આવી મળે છે, ત્યાં કારણભૂત ભવ્યત્વવિપાક સ્વભાવ ભિન્ન ભિન્ન જ માનવા પડે. એ વિચિત્ર વિપાક પણ વિચિત્ર વિચિત્ર ભવ્યને આભારી છે. વિચિત્રભવ્યત્વેને લઈને જ ભિન્ન ભિન્ન કાળાદિ સામગ્રીથી જુદે જુદે કાળે એના પરિપાક અને મોક્ષ થાય. આ હિસાબે વ્યકિતદીઠ ભવ્યત્વ યાને તથા ભવ્યત્વ સમાન નહિ પણ અ-સમાન છે. સાંખ્યમાન્ય અનાદિ-અબદ્ધ જીવ સુકત ન થઈ શકે:
સિદ્ધ થવાનું અનાદિ કાળથી ચાલુ છે, એમાં જેમ ભવ્યજીવોની વિચિત્ર વિચિત્ર તથાભવ્યતા સિદ્ધ થાય છે, તેમ છે અનાદિ કાળથી શુદ્ધ-બુદ્ધ-મુકત નથી, પણ કમલથી લેપાયેલ હોવાથી સંસારી છે, અસિદ્ધ છે, અબુદ્ધ છે, અમુક્ત છે, તે જ એમને સિદ્ધ બુદ્ધ મુક્ત વગેરે થવાનું હોય એ પણ સિદ્ધ થાય છે. કેમકે જે સંસારી હેય, એટલે કે અસિદ્ધ