________________
४७०
[પંચસૂત્ર-૫ વસ્થાની જેમ કૈવલ્ય પછી પણ એવી શુદ્ધ અબદ્ધ અવસ્થા મળે છે. તે ત્યાં કેમ એ ફરીથી ન જાગે?
પ્ર-દિદક્ષાને એ સ્વભાવ જ માનશું કે એ એકવાર મહતતત્વાદિ વિકારનાં દર્શન થયા પછી કૈવલ્ય અવસ્થામાં નાશ પામી જાય પછી ઊઠતી નથી. પછી ક્યાં આપત્તિ છે ?
ઉ૦-મહતતત્ત્વાદિ વિકારેની પૂર્વેના અનાદિ વિશુદ્ધ કાળમાંની કેવલ્ય-અવસ્થા, અને એ વિકારનાં દર્શન પછી વિવેક
ખ્યાતિથી થતી કૈવલ્ય-અવસ્થા–એ બે કેવલ્યની શુદ્ધ અવસ્થામાં કાંઈજ ફરક નથી. તેમ છતાં, એકમાં (પૂર્વમાં) દિક્ષાને સભાવ માન, અને બીજી પાછળની કૈવલ્ય-અવસ્થામાં દિદક્ષાને અભાવ માન,-એક જ આત્મામાં શુદ્ધ એવા બે વિરૂદ્ધ સ્વભાવ કલ્પવા એ પ્રમાણવિરુદ્ધ છે. છતાંય એમ માનવા જતાં દિક્ષાને આત્માથી ભિન્ન જ માનવી પડશે. કેમકે પ્રકૃતિ ને પુરુષ (આત્મા) કરતાં એ અધિક માની તેથી જ એ દિદક્ષાનું અસ્તિત્વ એવું જ હેય. આત્માને અનાદિકાળથી નહિ, પણ કેઈ વચલા કાળથી પ્રકૃતિવિકારો--મહતતત્ત્વાદિ-ને વેગ પ્રગટે છે, ત્યારે દિદક્ષા પણ વચલા કાળથી ઊઠે છે. તેથી દિક્ષા આગન્તુક થઈ. એ આત્મરૂપ -પુરુષસ્વરૂપ કે આગન્તુક પ્રકૃતિવિકાસસ્વરૂપ માનવી યુક્તિયુક્ત નથી; કેમકે (૧) પ્રકૃતિ સ્વરૂપ હોય તો તે “દિક્ષા એટલે પ્રકૃતિદર્શનેચ્છા” કેમ બને? શું દિક્ષા અર્થાત પ્રકૃતિને પ્રકૃતિ જેવાની ઈચ્છા થઈ? (૨) આત્મસ્વરૂપ પણ નહિ, કેમકે તે તે એ આત્માની જેમ શાશ્વતી બની જાય ! માટે પ્રકૃતિથી અને અનાદિસિદ્ધ પુરુષથી એ તદ્દન જુદી જ સાબિત થશે. તેવી દિક્ષા સર્વકાળ–શુદ્ધ એવા પુરુષને કાંઈ જ ન કરી શકે, તે પછી