________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
४६६ રહીને જેમ ભવ્યત્વ અનાદિ હોવા છતાં મોક્ષ વખતે નાશ પામે છે. ત્યાં આત્મા નાશ ન પામતાં ઊભે રહી શકે છે, તેમ દિદક્ષા પ્રકૃતિદર્શનથી ભલે નિવૃત્ત થાય છતાં આત્મા ટકી શકશે.
ઉ૦-ન્યાયને અનુસારે દિક્ષા ભવ્યત્વ જેવી નથી; કેમકે ભવ્યત્વ તે શુદ્ધ અબદ્ધ જીવસ્વરૂપ નથી, જ્યારે દિક્ષાને તે તમે શુદ્ધ અબદ્ધ આત્મસ્વરૂપ કહે છે.
પ્ર-એ રીતે તુલ્યતા ભલે ન હોય, પરંતુ બીજી રીતે ભવ્યત્વ હિસાબે ભવિષ્યમાં જે કૈવલ્ય-મુક્તિનાં ઉત્થાન થશે, એમ દિદક્ષા હિસાબે આત્માથી પ્રકૃતિના મહતતત્ત્વાદિ વિકારોના જે ભવિષ્યમાં દર્શન અને કૈવલ્ય કરાશે, તે ભાવી ગની અપેક્ષાએ સમાનતા તે છે જ. ભવ્યત્વને પણ સ્વનાશક એ ભાવી મુક્તિને યોગ છે, તેમ દિક્ષાને પણ ભાવદર્શનને વેગ થઈ, સ્વનાશક કૈવલ્ય-અવસ્થાને યોગ છે. તે ભવ્યત્વની જેમ દિક્ષા જીવમાં સ્વાભાવિક કેમ ન માનવી?
ઉ૦-એમ માને તે પણ દિક્ષાની આ વિશેષતા તે ઊભી જ છે કે એ પૂર્વે અબદ્ધ શુદ્ધાત્મામાં હતી. તે પછી હવે કેવલ્ય અવસ્થા થઈ ગયા પછીય ભાવી ગ થવાનું રહેતું નથી, એટલે પાછી સમાન એટલે કે પૂર્વનાં જેવી અબદ્ધ શુદ્ધ અવસ્થા આત્માની બની. એથી સહજ એવી દિક્ષા કેઈ એક કૈવલ્યઅવસ્થા થઈ ગયા પછી પણ પાછી કેમ ન ખડી થાય? એવું થતાં તે શાશ્વત મુક્તિ જ નહિ બને. ભવ્યત્વમાં એવું નથી કેમકે એ તે અનાદિથી બદ્ધ અશુદ્ધ આત્માની અવસ્થા હતી, તે હવે આત્મા અબદ્ધ શુદ્ધ બની ગયા પછી એમાં શી રીતે એ આવી શકે ? દિક્ષાને તે પહેલાં ય શુદ્ધ અબદ્ધ આત્મા