________________
४६८
[ પંચસૂત્ર-૫ નથી સાંભળી, એ વિષયની દર્શનેચ્છા=દિદક્ષા નથી થતી. એથી અબદ્ધ અવસ્થામાં તદ્દન ન જોયેલ કે ન સાંભળેલ જે પ્રકૃતિ તેને જોવા જાણવાની ઈચ્છા જ ન થઈ શકે.
અહેતુક દિક્ષા શાશ્વત ! :
જેવાની ઈચ્છા તે દિક્ષા એ જાગવાનું કારણ શું? પ્રોજન શું? થવાનાં સાધન કયાં? અમુક જ કાળે કેમ જાગે? પૂર્વે કે પછી કેમ નહિ? આ કશું વિચાર્યા વિના દિક્ષા થાય એમ કહે, તે તે તે આત્માને સ્વાભાવિક ગુણ માન પડે. તે સ્વભાવ હેવાથી અનાદિ કાળથી જ હોય. તેથી બંધ વગેરે પણ અનાદિના માનવા પડે. આમ દિદક્ષા સહજ માનવા જતાં (૧) શાશ્વત માનવી પડશે ! (૨) તેમ બંધ પણ શાશ્વત ! વળી શાશ્વત દિક્ષાથી (૩) મેક્ષનો અભાવ થઈ જશે ! ચેતન્યની જેમ સ્વાભાવિક દિક્ષા કદીય નાશ ન થઈ શકે. છતાં જે દિદક્ષાને નાશ માને તે તસ્વભાવભૂત આત્માનું પણ નિઃસ્વભાવત્વ (નાશ) માનવું પડે. દિદક્ષાને તમે શુદ્ધ આત્મ-વસ્તુને સ્વભાવ કહે છે, તે સ્વભાવ ગયા પછી વસ્તુનું અવસ્થાન શું? વસ્તુ ક્યાંથી ઊભી રહે? અલ્હા-છતાંય જે આત્મા ઊભો રહે છે, તે એમ કહે કે દિક્ષા સદા ઊભી રહે છે. યા કહે કે એ એને સ્વભાવ નથી. એમ કહેતાં તે દિક્ષા આત્માની રહેશે જ નહિ. કેમકે અભેદ સંબંધ વિના બીજે સંબંધ (ગ) આત્મા સાથે દિદક્ષાને ઘટી શકતા નથી. તેથી આત્માને દિદક્ષા થઈ, એમ નહિ કહેવાય. સંબંધ વિના આ વસ્તુ આની છે એમ કેમ કહેવાય?
દિદક્ષાની ભવ્યત્વ સાથે તુલનાપ્ર-ભલે અભેદ સંબંધ માનીશું. પરંતુ આત્માથી અભિન્ન