________________
[ પંચસૂત્ર-૫ સાંખ્યમતની શાખાનું કહેવું છે કે,-અનાદિ બદ્ધ માનવાને બદલે અનાદિથી અબદ્ધ એવા જીવને પાછળથી બંધ થયે માનીએ તે શું વાંધે? અલબત બદ્ધમાંથી મુક્ત થયેલાને ફરી બંધ આ રીતે નિવારી શકાશે. પૂર્વે કદી બંધ નહેાતે થયે તે વખતને આત્મા તે “અબદ્ધ આત્મા અને બંધાયા પછી મુકત થયેલ આત્મા તે “બદ્ધમુકત આત્મા. એમાં સાંખ્યમતની માન્યતા એ છે કે આત્મા-ચેતન પુરુષ સદાને અકર્તા અર્ભકતા છે; કર્તા તે જડ પ્રકૃતિ છે. એનાં સર્જન મહત્તત્ત્વ-અહંકાર-શબ્દરૂપાદિતન્માત્રા-ઈન્દ્રિ અને પંચભૂત છે. આત્મા એમાં અભેદભ્રમ સેવી માને છે કે “હું કર્તા છું, આ બધું મારું છે.” સાંખ્યની એક શાખા જે અનાદિ સંસાર નથી માનતી, તે કહે છે કે ચેતન પુરુષને જ્યારે દિક્ષા થાય, દર્શનેછા થાય, ત્યાર પછી સંસાર શરૂ થાય છે. અર્થાત અનાદિ “અબદઆત્માને દિક્ષા થાય છે.
દિદક્ષા એટલે સત્વ-રજ-તમસુસ્વરૂપ ત્રિગુણ પ્રકૃતિને વિકાર જોવાની ઈચ્છા. પ્રકૃતિ એ જડ જગતનું મૂળ કારણ છે. તે જોવાની ઇરછામાંથી આત્મા બંધાઈને સંસાર જન્મે છે. અસલ તે પ્રકૃતિ જ બંધાય છે, પરંતુ પ્રકૃતિમાંથી નીપજતું મહતતવ સ્ફટિકદર્પણ જેવું નિર્મળ હોવાથી તેમાં પુરુષ જુએ છે, અને તેમાં પડતા પિતાના પ્રતિબિંબ સાથે ભાસમાન, પ્રકૃતિના બદ્ધત્વ-કત્વ-જ્ઞાતૃત્વાદિ ધર્મોને આત્મા પિતાના માની લે છે, તેથી અનેક ભવરૂપી સંસારનાં સર્જન થાય છે. એમાં વિવેક ખ્યાતિ ભેદજ્ઞાન થાય કે “હું પ્રકૃતિ નહિ, પ્રકૃતિથી જુદો, સદા અબદ્ધ અકર્તા ચેતન પુરુષ.” ત્યાર પછી ક્રમશઃ આત્મા