________________
૪૭૨
[ પંચસૂત્ર-૫
સંગત તવ શું છે? તત્ત્વ આ, કે એ બે જુદી જુદી આત્માની અવસ્થા છે. આત્મા નિત્ય ખરો પણ પરિણામી નિત્ય એટલે કે એ આત્મા તરીકે કાયમ રહીને એમાં જુદા જુદા પરિણામ પરિવર્તન થાય. આત્મા જ મનુષ્ય મટી દેવ થાય, દેવ મટી પશુ થાય, આમાં જ બંધનબદ્ધ બને, ને એ જ બંધનમુક્ત થાય. આમ આત્માના એવા એવા પરિણામ-વિશેષથી બંધ અને મોક્ષની ભિન્ન ભિન્ન અવસ્થા એ પ્રમાણસિદ્ધ છે. આત્મામાં જે કોઈપણ પ્રકારની અવસ્થા પલટાય નહિ, તે જીવ “જીવતે છે,” “મરી ગયો, “આત્મા તિર્યંચ મટી મનુષ્ય થયો, મનુષ્ય મટી દેવ થયો,” વગેરે મુખ્યપણે વાસ્તવિક વ્યવહાર થાય નહિ. “આત્મા પૂર્વ બંધાયેલો હતો, હવે મુક્ત થયે,” વગેરે વ્યવહાર પણ અવસ્થા ફર્યા વિના ન બને. ત્યારે આ કાંઈ કાલ્પનિક વ્યવહાર નથી. અને આત્મા સાથે બાહા કેઈ બીજી વસ્તુના વાસ્તવિક સંગ-વિગ વિના શુદ્ધ એકલા આત્મામાં અવસ્થામાં પરિવર્તન, સંસારમાંથી મુક્તિ, અનાદિ સંસાર,-એ બધું ન્યાય દષ્ટિએ ન ઘટી શકે, સર્વનયથી વિશુદ્ધ એવા મતે સંગત ન થાય. કેમકે બંધ મોક્ષ ઉભય એ ઔપચારિક નથી, પરંતુ મુખ્ય વાસ્તવિક છે. માટે જ એ પુરુષાર્થ માગે છે, એના માટે તે શાસ્ત્ર છે, સંત-શેતાનના ભેદ છે, સાચા-ખોટા માર્ગભેદ છે....વગેરે.
આ દ્રવ્યાસ્તિક મતના હિસાબે પ્રરૂપણું થઈ. અર્થાત અનાદિબદ્ધ આત્મદ્રવ્ય અને મુકત આત્મદ્રવ્ય એ પ્રમાણસિદ્ધ છે, એ કહ્યું.
પર્યાયનયથી વિચારણું:- હવે પર્યાયાસ્તિક મતની