________________
પ્રવજ્યા-ફલસૂત્રમ]
૪૫૩ ઉપાજેલા નવા કર્મના ઉદય ભવાંતરે ભયાનક રીતે પીડતા હોય, ત્યાં સુધી અનંત સુખ શા ? ખરું દુઃખ જ રાગ-દ્વેષ-મેહનું અને કર્મના ઉદયનું છે. એ ભાવપીડા શમે નહિ, ત્યાં સુધી અનંત સુખ નહિ. રાગાદિ વિકારે અને કર્મના ઉદયની ગુલામી ટળ્યાથી જે સુખ થાય, તેને અંશ પણ રાગાદિ વિકારોથી ખદબદતા અને કર્મની ગુલામીભર્યા જગતમાં જોવા ક્યાંથી મળે?
અનિચ્છાની ઈચ્છા કેમ મહત્વની? :
વળી, વિષય અને એના સાધનરૂપ અર્થ એ તે અનર્થ છે, એમાં સુખ નહિ. સુખ તે શ્રેષ્ઠ કેવળજ્ઞાનાદિ લબ્ધિઓ સ્વરૂપ અર્થમાં છે. કેમકે એથીજ પરાર્થે સંપજે. પરાર્થના બે અર્થ-(૧) પરાર્થ એટલે બીજાના ઇષ્ટ પદાર્થ, એટલે કે પોપકાર; અને (૨) પરાર્થ એટલે શ્રેષ્ઠ અર્થ “મેક્ષ.” એવી રીતે ખરી ઇચ્છા તે અનિચ્છાની (અસ્પૃહાની) ઈરછા છે; જે પૂર્ણ થયા પછી શાશ્વત અનિચ્છા મળી. ક્યારેય કઈ ઇચ્છા જ નહિ, તેથી હવે ઇચ્છામૂલક દુખનું નામ નહિ, અને સુખનો પાર નહિ. જ્યારે જગતના પદાર્થોની સર્વ ઈચ્છા આજે ભલે પૂર્ણ થાઓ. તેથી આજે ભલે જગતના પદાર્થો મળી ગયા. છતાં પણ ભવિષ્યમાં ઈચ્છાઓ અચૂક જાગવાની. આ જીવ એ ભેળે નથી કે તેણે ભૂતકાળમાં ઘણું મેળવ્યું ભેગવ્યું છે, તેથી હવે અહિં ઈચ્છા નહિ કરે ! એ એમ નહિ માને કે “ઠીક છે, દેવાદિ ભવમાં બહુ જોયું છે. માટે અમુક વસ્તુ નહિ મળે તો ચાલશે. વર્તમાનની સર્વ ઈચ્છાઓ કદાચ પૂર્ણ થાય તેય ભવિષ્યમાં તે બાકી જ રહે છે. લગ્ને લગ્ન કુંવારાની માફક જીવને ઈચ્છાએ ચાલુજ રહ્યા કરે છે. કેમકે