________________
૪૫૬
[પંચસૂત્ર-૫ એ સુખ બરાબર કળાય એવું નથી.
(૫) વિચિત્ર તથાભવ્યત્વે સહકારિ-ભેદ
સૂત્ર-સારૂ-પજ્ઞાતિગં gifસદ્ધાવવાણ, પ્રવાહ બળાફા तेवि भगवंतो एवं । तहाभव्वत्ताइभावओ। विचित्तमेअं तहाफलभेएण। नाविचित्ते सहकारिभेओ । तदवेक्खो तओ त्ति ।
અથ –એક સિદ્ધની અપેક્ષાએ (એ અનંતસુખ) સાદિઅનંત છે, પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. તે સિદ્ધ ભગવાન પણ એમ જ છે. તથાભવ્યત્યાદિ ભાવને લીધે તે તે રીતે ફળભેદને લઈને એ તથાભવ્યત્વ જુદી જુદી જાતનું છે. જુદી જુદી જાતનું ન હોય તે સહકારી-ભેદ ન પડે. સહકારી-ભેદ તથાભવ્યત્વની અપેક્ષા રાખનારે છે. - વિવેચનઃ-તે સુખ એક સિદ્ધ વ્યક્તિની અપેક્ષાએ પ્રારંભવાળું છે; છતાં સિદ્ધોની પરંપરાની દૃષ્ટિએ કાળથી અંત વિનાનું છે. પ્રવાહથી તો અનાદિ કાળથી ચાલી આવતા સકલ સિદ્ધ ભગવંતના સમુદાયની અપેક્ષાએ તે સુખ અનાદિનું છે. આ રીતે તે સિદ્ધ પરમાત્મા પણ સિદ્ધ સ્વરૂપે પ્રત્યેકની દષ્ટિએ સાદિ અને અક્ષય છે, અને સમૂહ પરંપરાની દષ્ટિએ અનાદિ અનંત છે.
પ્રસિદ્ધ થનાર તે ભવ્ય જી જ હોય છે, અને ભવ્યમાં ભવ્યત્વ એક સરખું છે, તે પછી સિદ્ધ થવામાં જુદે જુદે કાળ, જુદી જુદી સામગ્રી વગેરે શાથી ?
ઉ-સામાન્યથી ભવ્યત્વ સમાન છતાં ભવ્યમાં તથાભવ્યત્વ અર્થાત વૈયક્તિક ભવ્યત્વ જુદું જુદું હોય છે. તથાભવ્યત્વ એ જુદી જુદી રીતે મોક્ષની સામગ્રી અને મોક્ષરૂપી ફળમાં પરિપાક પામનારું હોય છે, માટે તે જીવદીઠ જુદું જુદું હોય છે એટલે