________________
પ્રવજ્યા-ફલસૂત્રમ
૪૫૧ જૂઠનાં કારણો જ નથી તે જૂઠ રૂપી કાર્ય પણ ક્યાંથી સંભવે? કારણ વિના કાર્ય જન્મી જ ન શકે. આવું શ્રી જિનનું કથન છે.
સિદ્ધ સુખની કલપનાથે દુષ્ટાન્ત:
સિદ્ધનું સુખ સ્વસંવેદ્ય જ છે, એ પોતે જ એને અનુભવ કરે, એ આસ (આદેય) પુરુષોને ઉપદેશ છે. છતાં એનું દષ્ટાંત, એ સિદ્ધિના સુખને આ છે ખ્યાલ આ પ્રમાણે સર્વ શત્રુઓ જે ભયંકર જુલમ ગુજારતા હોય, તે બધા નાશ પામી ગયા હય, સર્વ રોગ જે વર્ષો થયા સખ્ત પીડા કરતા હતા તે સઘળા ય તદન નાબુદ થઈ જાય, આમ બાહ્ય દુઃખ શત્રુઓનું અને આંતર દુઃખ રેગેનું સઘળું જ દુખ દૂર થવા ઉપરાંત, સર્વ પ્રકારના અર્થ યાને ઈષ્ટ વિષયો અને એની સાધનસામગ્રીની પ્રાપ્તિ થઈ જાય, અને તેથી જન્મથી માંડી આજ સુધી થતી લાખો ઈરછાએ બધીય સારી રીતે પૂર્ણ થઈ જાય, તે ય જેવું સુખ અનુભવાય, એના કરતાં અનંતગુણ સુખ સિદ્ધોનું છે. સુખ તે આતમાને સ્વભાવ છે, કર્મથી આવરાયેલ છે; આવરણ હટી જતાં એ પ્રગટ થાય એમાં નવાઈ નથી. (૪) ભાવશત્રુ-ભાવગ-પરમઅર્થ-અનિચ્છા
સૂત્ર-તં તુ માવજીવલચારિતો તો મારજૂ कम्मोदया वाहिणो । परमलद्धीओ उ अट्ठा । अणिच्छेच्छा इच्छा । एवं सुहुममेअं न तत्तओ इयरेण गम्मई जइसुहं व अजइणा, आरुग्गसुहं व रोगिण त्ति विभासा । अचिंतमेअं सरूवेणं ।
અર્થ-તે તે ભાવશત્રુયાદિને લીધે છે. રાગાદિ એ ભાવશત્રુ છે. કર્મના ઉદય વ્યાધિઓ છે. શ્રેષ્ઠ (કૈવલ્યાદિ) લબ્ધિઓ એ અર્થ છે. અનિચ્છા(નિસ્પૃહપણુ)ની ઈચ્છા એ