________________
४४७
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
પ્ર-આધાર વિના કેવી રીતે સ્થિતિ હોય? કેવી રીતે વસ્તુસત્તા હોય ?
ઉ–જેમ બીજા કેઈ આધારમાં આકાશ નથી રહેતું; છતાં એની સત્તા છે, તેમ સિદ્ધ ભગવાન અંગે સમજવું. આમાં યુક્તિ પણ છે.
એક સત્ પદાર્થની સત્તા (સ્થિતિ) કદાપી બીજા સત્ પદાર્થ સ્વરૂપ નથી બનતી. કદીય જડ એ ચેતન નથી બનતું, અને ચેતન દ્રવ્ય એ જડ નથી બનતું. અર્થાત્ એ સત્તા તદ્દન પલટાઈ બીજાજ રૂપે નથી બનતી; એટલે કે ભાવ એ તદ્દન અભાવ નથી બનતે; એમ એ બીજી જ તદ્દન વિલક્ષણ વસ્તુ નથી બની જતી. દા. ત. દ્રવ્ય દ્રવ્ય મટીને ગુણ નથી બનતું. તેવી રીતે કઈ વસ્તુ બીજીમાં નથી રહેતી; પિતાના સ્વરૂપમાં જે રહે છે. જે એક વસ્તુ બીજીમાં રહી શકતી હોય, તે પ્રશ્ન થાય કે એમાં સર્વાશ રહે કે દેશથી (અંશે) રહે? સર્વાશે રહે તે તદ્રુપ બની જાય; તેના ગુણ-પર્યાય એ પોતાના બની જાય, કેમકે સર્વાશે એટલે બધી જ રીતે રહેવાનું માન્યું છે. દેશથી રહે તે પાછો પ્રશ્ન થાય કે એ દેશ સશે રહે કે દેશથી ? એમ અનવસ્થા ચાલવાથી તત્ત્વ-નિર્ણયજ ન થાય. તેથી માનવું પડે કે વસ્તુમાત્ર બીજામાં ન રહેતાં, પિતાના સ્વરૂપમાં જ રહે છે.
આ પ્રસ્તુત વિષય અચિત્ત્વ છે. એના રહસ્યને કેવળજ્ઞાની સર્વજ્ઞ જોઈ જાણી શકે છે. એ નિશ્ચય-નયને અભિપ્રાય છે. વ્યવહાર નયને મત તે બીજી રીતે છે. અર્થાત એ મતે એક વસ્તુ બીજી આધાર વસ્તુમાં સંગ પામીને રહે છે. એ સ્પષ્ટ અનુભવાય છે. આમ હોવા છતાં સિદ્ધોને આકાશ સાથે સંગ