________________
પ્રવ્રજ્યા–ફલસૂત્રમ્ ]
૪૪૫
ફળની બુદ્ધિ રાખે છે. પછી એ માહથી બુદ્ધિભ્રમ યાને વિપર્યાસ થાય છે. તેથી બુદ્ધિ-ભ્રમથી અંત વિનાના અનર્થી જન્મે છે. સાંચાગિક સુખાભાસ ખાતર અસત્ પ્રવૃત્તિએ કરી એવા અનુખ ધવાળા અનર્થો એ સજે છે, કે જે અનર્થ વેઠવા પાછળ પણ એનેા અંત ન આવતાં અનર્થાની અખ ́ડ ધારા ચાલુ રહે ! મેહથી આ થતું હોઈ માહ એ ઉત્કૃષ્ટ ભાવત્રુ છે.
દા. ત. માન્યું કે પૈસાના સંચાગથી જ સુખ, તે પૈસા લઈ આવે હિંસા, અસત્ય, અનીતિ વગેરેથી; અને પાછે તેમાં ફુલાય. લેાકેા આગળ પાતાની મહાદુરીની વાત કરે, પૈસા કમાવવા એટલે શી મેાટી વાત ? આપણે તે આમ ચપટી વગાડતા ઢગલા પૈસા લઈ આવ્યા,' વગેરે. તેમ, પૈસા લાગ્યે તા લાબ્યા, પરંતુ પાછા કૃપણુ ક્રૂર કે ઘમ'ડી થાય; અથવા હવે વિષય-સયાગથી સુખ માની ઘેાર આરંભ–વિલાસમાં છકેલપણે પૈસા ઊડાવશે, આડા રસ્તા ચલાવશે! તેવી જ રીતે અનેક પ્રપ`ચા કરી પેાતાના માનપાન ઊભાં કરશે ! અને એ માટે સજ્જનને અને ગુણવાનને ય વગેાવશે કે દંડશે! આવી રીતે બીજી ય અસત્ પ્રવૃત્તિ કરશે. એ અસત પ્રવૃત્તિથી આ લેકમાં રાજદંડ, અપકીર્તિ, કલ'ક, જીવનભય વગેરે અનર્થ, કે પરલેાકના ભયંકર અન આવે, ત્યાંય અન સર્જક વળી નવી અસત્ પ્રવૃત્તિઓ આચરશે ! આ બધું શાથી ? સચાગાધીન સુખના મૃગજળમાં સુખ મનાવનાર મેાહને લીધે.
તેટલા જ માટે શ્રી તીર્થંકર ભગવતે આ માહને આત્માના ઉત્કૃષ્ટ દુશ્મન કહ્યો છે. મેહ એટલે અજ્ઞાન, મિથ્યામતિ. તેનાથી ચઢીયાતા જીવોના બીજો કેાઈ શત્રુ નથી. કેમકે એજ દુર્લભ