________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
૪૪૩
છે. જેમ જ્ઞાનની અરૂપી સ્થિતિ છે ને? તેથી એવું નથી કે એ આવા આવા પ્રકારે રહેલા સંસ્થાનવાળો છે. એને જડની માફક કેઈ આકૃતિ નથી. હવે એમની અવસ્થા અનંત વીર્યયુક્ત છે. તે બાહ્ય નિમિત્તની અપેક્ષા વિના સ્વભાવે કરીને જ કૃતકૃત્ય છે. એમના સઘળાં કૃત્યે સર્યા હેવાથી કાર્યશક્તિ બંધ પડી જાય છે. હવે કશું કાર્ય કરવાનું રહેતું નથી. કેઈ જ પ્રોજન બાકી નથી
વળી દ્રવ્યથી અને ભાવથી–બાહ્ય અને આત્યંતર સર્વ પ્રકારના નડતરથી, પીડાથી રહિત બન્યા છે. એમની સ્થિતિ હવે સર્વથા અપેક્ષા રહિત છે, કેમકે એવી અપેક્ષા-આધાર રાખવાની શક્તિ હવે રહી નથી. વળી નિરપેક્ષ હેવાથી સુખની ઉત્કૃષ્ટતાને લીધે સ્તિમિત છે, અવ્યાકુળ છે. વળી ઊછળતાં મોજાં વિનાના પ્રશાંત સ્થિર મહાસાગરની જેમ, સિદ્ધ અવસ્થા સ્થિર પ્રશાંત છે. અહીં એકાંતે અવ્યાકુલ કહ્યું, કેમકે સુખની ઓછાશ હેય તે કેઈ વિકલ્પથી હૈયું ખળભળેને?
(૨) અસાંયોગિક સ્થિતિનું મહત્વ : રહસ્ય
सूत्र:-असंजोगिए एसाऽऽणंदे. अओ चेव परे मए । अविक्रवा अणाणंदे । संजोगो विओगकारणं । अफलं फलमेआओ विणिवायपरं खु तं, बहुमयं मोहाओ अबुहाणं । जमित्तो विवज्जओ, तओ अणत्था अपज्जवसिया । एस भावरिऊ परे।
અર્થ-આ આનંદ અસંગિક છે. તેથી જ શ્રેષ્ઠ મનાય છે. (સંયોગની) અપેક્ષાએ આનંદ નથી. સંયોગ એ વિયોગને પેદા કરે છે. એવા સંગથી થતું ફળ એ ઈષ્ટ ફળ નથી. એ ફળ તે વિનશ્વર છે, ને અજ્ઞાનીઓને મેહને લીધે એ બહુ