________________
૪૪૧
પ્રવજ્યા-ફલસૂત્રમ ] કરવા સરખીય કઈ પરિશ્રમની ક્રિયા નથી. કેવળજ્ઞાન તે આત્માને નિર્મલ દર્પણ જેવો સ્વભાવ છે, જેમાં વિશ્વના પદાર્થો સહજભાવે પ્રતિબિંબિત–અર્થાત ભાસિત થાય છે. દર્પણમાં પ્રતિબિંબ પડે, તેમાં દર્પણમાં શી કિયા? એટલે, આત્મા હવે પિતાના સ્વભાવમાં આવી ગયે, સ્વાભાવિક ધર્મવાળો બન્ય; કર્મોદયથી નીપજતા સર્વે વિભાવ–ધર્મો નાશ પામી ગયા. માટેજ રેય અને દશ્ય અર્થાત વિશેષરૂપે અને સામાન્યરૂપે પ્રત્યક્ષ દશ્ય અનંત પદાર્થોના જ્ઞાતા અને સાક્ષાત દષ્ટા એ બન્યા. હવે જીવ શરદપુનમના નિર્મળ ચંદ્રની જેમ ક્ષાયિક ભાવથી વિશુદ્ધ સ્વભાવે રહ્યો છે. કહ્યું છે કે જ્ઞાન એ ચંદ્રના પ્રકાશ ( ત્સના) જેવું છે. અને એને રોકનારે કર્મનાં આવરણ એ વાદળ જેવા કહેવાય છે. સિદ્ધ આત્માની કેવી સુંદર અને કેવી અનુપમ કલ્યાણ અવસ્થા કે વાદળ રહિત શુદ્ધ ચંદ્રની જેમ અનંત સ્વચ્છ જ્ઞાનાદિમયતા ! ત્યારે સંસારમાં જીવને કશું નિત્યસિદ્ધ નહિ; એટલે (૧) અનંત મજુરી કરવા છતાં ય એને ફરી ફરી સાધવા-કરવાનું બાકી ! (૨) પરમાત્મદશાને બદલે દરિદ્ર ચીંથરેહાલ જેવી અજ્ઞાન, દુઃખી, દુર્બલ અને નિરાધાર અવસ્થા ! (૩) અપમંગલ અને ઉપદ્રવ ડગલે ને પગલે ! (૪) જન્મ-મરણનો પાર નહિ! (૫) અઢળક અશુભના ધાડાં ! પાછો ભાવી માટે અશુભને અખૂટ વારસે ! સ્વ સ્વરૂ૫ રમણને બદલે જડ પુદ્ગલના રૂપ અને રમતની ગુલામી ! (૭) ભ્રમણપરાવર્તન એવાં કે એક ભવથી બીજા ભવમાં, એક રાગાદિ ભાવથી બીજા દ્વિષાદિ ભાવમાં, એક જડથી બીજા જડ તરફ, એક ચિતાથી બીજી ચિંતામાં,ઇત્યાદિમાં ફૂટબોલની જેમ જીવની ફેંકાફેંક