________________
૪૩૮
[ પંચસૂત્ર-૪
એના પ્રભાવે પરના પણ એકાંત સર્વ હિતનું નિમિત્ત બને છે. સાધક અહી મહાત્માઓને ઉચિત સઘળું કર્તવ્ય પૂર્ણ કરે છે; અને પછી વર્તમાનમાં બંધાતી કમરજને, અને પૂર્વે સંગ્રહેલ કર્મમળને દૂર કરી વ્યવહારથી કમશઃ સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત થાય છે, તેમજ સર્વ દુઃખોને અંત કરે છે. નિશ્ચયનયથી તે આત્મા સદા નિરંજન નિરાકાર છે, પણ વ્યવહારથી કર્મવાળે અને દુઃખી છે, તેથી વ્યવહારથી એને છોડાવવો રહ્યો. “સિદ્ધ થાય છે એટલે, સામાન્યથી અણિમાં લધિમાદિ લબ્ધિઓનું આશ્વર્ય મેળવે છે. “બુદ્ધ એટલે કેવળ જ્ઞાનવાળા અર્થાત્ સર્વજ્ઞ. “મુકત” એટલે ભવમાં પકડી રાખનારા અઘાતી કર્મોથી રહિત; અને “નિત’ એટલે સર્વથા કર્મથી બની હવે ભવિષ્યના સર્વકાળમાં હંમેશને માટે દુઃખને અંત કરે છે. સિદ્ધ વગેરે પદેને બીજો અર્થ એ છે, કે એ “સિદ્ધ થાય છે એટલે સર્વ કાર્યને સમાપ્ત કરે છે; “બુદ્ધ થાય છે એટલે અપ્રતિહત અનંત જ્ઞાનથી જ્ઞાની બને છે; “મુક્ત થાય છે એટલે સકલ કર્મથી મૂકાય છે, અને “પરિનિર્વાણ પામે છે એટલે સર્વસુખની પ્રાપ્તિ કરે છે. એ રીતે, સર્વદુઃખને અંત કરે છે. સર્વનું આ નિશ્ચિત પરિણામ કહ્યું બીજા નિશ્ચય નયને અભિપ્રાયનું નિરાકરણ કરવા આ આમ કહ્યું, કેમકે નિશ્ચય નયથી તે આત્મા સદા સચ્ચિદાનંદપૂર્ણ છે જ, તે તેને સિદ્ધ બુદ્ધ વગેરે થવાનું હતું નથી. પરંતુ વ્યવહારથી અસિદ્ધ-અબુદ્ધ વગેરેમાંથી સિદ્ધ બુદ્ધ વગેરે બને છે.
-: સૂત્ર ચોથું સમાપ્ત :