________________
૪૧૪
[ પંચસૂત્ર-૪
પિતાથી હીન, અધિક, કે હરિફ પ્રત્યે તિરસ્કાર ઈર્ષ્યા કે ખાર રાખ્યા વિના, કમસર કરુણું પ્રમાદ અને પ્રેમવાળે; વળી કૃતજ્ઞ યાને કેઇના લીધેલા ઉપકારની કદર કરનારે; સત કાર્યોમાં ઉગી, (અસતમાં નહિ), અને કલ્યાણની પરંપરાવાળો છે. આમાં આત્મા “શુફલ” એટલે કે ઉજજવળ સંયમભાવવાળે બને એમ કહ્યું, ને એ ઉજજવળતાનાં પાંચ લક્ષણ બતાવ્યા, એ સૂચવે છે કે –
આત્માએ અનાદિસિદ્ધ “કૃષ્ણ મટી શુકલ બનવું હોય તે (૧) ચારિત્ર-મહાવ્રત-પ્રતિજ્ઞાઓનું પાલન અખંડ રાખવું જોઈએ. અહિંસાદિ વ્રતને ક્યાંય ખેડખાંપણ લગાડવાનું થાય એમાં આત્મપરિણામ કૃષ્ણ બને છે, તામસભાવ કામ કરી જાય છે. કૃષ્ણભાવ બે રીતે-એક તે હિંસા-અસત્યાદિના ભાવ થાય તે, ને બીજું પ્રતિજ્ઞા-પાલનની બેપરવા થાય તે. આનાથી બચવા વૃત્ત-ચારિત્ર-વ્રત–આચાર અખંડ વિશુદ્ધ રાખવા જોઈએ. (૨) અમત્સરી બન્યા રહેવું. કદીય માત્સર્ય, અસૂયા, પરગુણ–પરવૈભવ-પરકીતિની અસહિષ્ણુતા, ઈર્ષા, ખાર, ઝેર, વગેરે મનમાં ઊઠવા જ ન દેવા. સ્વય અખંડ ચારિત્ર પાલન હોવા છતાં જગતની વચ્ચે રહેતાં બીજાઓના સંયોગ સામે ઉભા હોય છે. દા. ત. પિતાના કરતાં બીજે વધુ વિદ્વાન હોય, તપસ્વી હોય, વ્યાખ્યાતા હોય, શિષ્ય પરિવારાદિસંપન્ન હોય, ત્યાં ઈર્ષ્યા, અસહિષ્ણુભાવ આવ સંભવ છે એ ચારિ. ત્રને વાસ્તવિક ભાવ જે કષાયને શપશમ છે, તેને નાશ કરે છે. પણ પૂર્વોક્ત સમશત્રુમિત્રભાવાદિ, સૂત્રાધ્યયન, ગુરુબહુમાન, વગેરેની આરાધનાથી પ્રશમભાવ વધારતાં એ માત્સર્ય