________________
૪૧૨
[ પંચસૂત્ર-૪ જાગે તે પરિણામ કહેવાય. (૨) એમાં ગુરુ-સંયોગ પ્રાપ્ત થાય ત્યારે વિશેષ ઉલ્લાસ વધે, “એ “ભાવ” અને (૩) જિનવચન મળે એટલે વિવેક ઉભું થાય એ પ્રજ્ઞા” કહેવાય. પ્રસ્તુત ગુરુબહુમાન જેતાં, માષતુષ મુનિને ગુરુ નહોતા મળ્યા ત્યારે પણ ઓત્માની તેવી લઘુકર્મિતા અને તથાભવ્યત્વના હિસાબે સહેજે ક્ષપશમ થવાથી ગુરુબહુમાન એ અતિ આવશ્યક સાધના તરીકે માનવાની ચિત્તપરિણતિ યાને “પરિણામ” ઊભો થયેલો, પછી ગુરુ મલ્યા એટલે ગુરુબહુમાનને વિશેષ “ભાવ” પ્રગટ્યો. ત્યારે જંબુસ્વામી વગેરે જેવાને જિનવચનને તત્ત્વધ મળ્યાથી વિશિષ્ટ વિવેકભર્યો ઉલ્લસિત ગુરુબહુમાનને ભાવ જાગ્યો એ
પ્રજ્ઞા” કહેવાય. આ પરિણામ-ભાવ-પ્રજ્ઞા જાગેલ ટકી રહે, ખંડિત ન થાય, તે આત્મામાં તેજલેશ્યા વધતી ચાલે છે - જેમ જેમ ઈન્દ્રિયોના વિકારે–આતુરતા-ખણજે ઓછી થતી આવે તેમ તેમ એ અશાતા ઓછી ઓછી થવાથી ચિત્તના ઉકળાટમાં શમતા આવે છે, ને ચિત્તમાં તેજલેશ્યા યાને પ્રશમપ્રશાંતતાનું સુખ વધતું આવે છે. એમ કહી તેજલેશ્યાએ વધત એ કે બને એ સંબંધમાં પરમમુનિ શ્રી મહાવીરપ્રભુ ભગવતી સૂત્રમાં કહે છે કે, બાર માસના ચારિત્ર પર્યાય (અવસ્થાકાળ) થકી તે તે સર્વ દેવતાની તેજલેશ્યા(ચિત્તપ્રશમ-સુખાનુભવોને લંઘી જાય છે. તે આ રીતે-ચારિત્ર લઈને આરાધના એકેક માસ વધેથી બાર માસમાં તે કમસર વ્યંતર-ભવનવાસિદેવ
અસુરઈ-ગ્રહાદિદેવ-પચંદ્રસૂર્યદેવ-સૌધર્મઈશાન-સનતકુમારમાહેદ્ર-બ્રહ્મલાતંક-શુક સહસ્ત્રાર-°આનત પ્રાણુત આરણાચુત-નવરૈવેયક અને અનુત્તરવાસી દેવની ઊંચી ઊંચી