________________
૪૧૦
[પચસ્વ-૪ ગઢ-તે પણ સમાન ઉપમા તે લાગે ને ?
ઉ –ના, આનું કારણ એ છે કે ગુરુનું બહુમાન એ પ્રભુથી આદિષ્ટ સુંદર આત્મગુણ છે, કે એ કરવામાં શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યે બહુમાન કર્યું ગણાય છે. એટલે કે પરમાત્મા અને એમના વચન પ્રત્યેના બહુમાનથી એને જુદું નહિ પાડી શકવાથી, ગુરુબહુમાન એ ભગવબહુમાનજ થયું; અર્થાત બને
એકજ બન્યા. તે બન્ને વચ્ચે ઉપમા ક્યાંથી ઘટાવાય? 'ભગવદ-બહુમાન એ તે જગતમાં સર્વ સુંદર અને અનુપમ છે તેથીજ, તદરૂપ ગુરુબહુમાન પણ સર્વસુંદર અને અનુપમ બન્યું.
a gવંઘom, gāમાવે, વંરિણામેસહિ, वठ्ठमाणे तेउल्लेसाए दुवालसमासिएणं परिआएणं अइक्कमइ सव्वदेवतेउल्लेस एवमाह महामुणी । तओ सुक्के सुकाभिजाइ भवइ ।
અર્થ -એ (દીક્ષિતાત્મા નિર્મળ વિવેકના લીધે) એવી પ્રજ્ઞાવાળે, (વિવેકના અભાવથી ગુરુગે સહેજે) એવા ભાવવાળે, અને (ગુરુના અભાવે પણ ક્ષયે પશમથી) એવા પરિણામવાળો, પરિણામ પતન પામ્યા વિના, તેજલેશ્યાથી વધતે જાય છે. મહામુનિ (શ્રી મહાવીર પ્રભુ) એ પ્રમાણે કહે છે કે, બાર માસના ચારિત્ર-પર્યાયથી સર્વદેવતાની તેજે લેશ્યાને લંઘી જાય છે. ત્યારબાદ તે શુકલ (અખંડ ચારિત્રી. અમસરી, કૃતજ્ઞ, સઆરંભી, હિતાનુબંધવાળો) અને શુકલપ્રધાન (પ્રાય કર્માનુબંધ રહિત) બને છે.
વિવેચનઃ-મુનિનું પ્રશમસુખ ૩ કારણે વધે.
તે દીક્ષિત આત્મા (૧) નિર્મલ વિવેકથી પૂર્વોક્ત ગુરુ બહુમાનાદિનું અતુલ કલ્યાણ–વસ્તુ-સ્વરૂપ અને અવશ્ય કર્ત