________________
પ્રવજ્યા-પરિપાલન ]
૪૨૯
શું કામ લગાડે? સહેજ પણ રાગાદિ પ્રમાદવશ ન થાય એટલે દેષ લાગવાને સંભવ નથી. (૩) આવી નિષ્કલંક સાધના હેઈ, એ નિષ્કલંક અર્થની યાને સર્વ કર્મકલંક વિનાના મેક્ષની સાધક બને છે. આ સૂચવે છે કે કુકિયા, યા દોષવાળી સુક્રિયા, કે મલિન આશયથી નિર્દોષ પણ સુકિયા મેક્ષ સાધી શકે નહિ. (૪) બાકી સક્રિયાને એ પ્રભાવ છે કે એ, એવા કેઈ વ્યાઘાત-વિરછેદ વિના ઉત્તરોત્તર શુભ યોગ સિદ્ધ થતા આવવાથી, શુભ અનુબંધવાળી બને છે. સાધનાની ગાડી ઉપડી તે ઉપડી. હવે એ અટકવાની નહિ. એટલે કે સાધના મટીને પ્રમાદાચરણ આવવાનું નહિ. એ તો એક ચારિત્રયોગ પછી બીજે, પછી ત્રીજેએમ ઉત્તરોત્તર તે તે કાળને ઉચિત ગો સધાતા આવવાના. એથી આત્મામાં એવી સળંગ અવિચ્છિન્ન ચાલતી યોગસાધનાઓમાં ચિત્ત રોકાયું રહેવાથી એ ચિત્તમાં એક એવો સંગીન શુભ પરિણામ વહેતે થાય છે, કે જે એ ક્રિયાને શુભ અનુબંધનશાળી કરે છે. અર્થાત આગળ આગળ એવી વિશુદ્ધ યોગસાધનાઓની પરંપરા સજે એવી બનાવે છે. એ ક્રિયા સાથે રહેતા ચિત્તપરિણામની મોટી કિંમત છે. જે એ એવો, ઉદાર, વિશુદ્ધ અને ઓજસ્વી છે તે એ કિયામાં એક એવું સામર્થ્ય ઊભું કરે છે કે જે આગળ પણ વિશિષ્ટ સાધના ખેંચી લાવે એવા શુભ કર્મને ઉત્પન્ન કરે છે.
પ્રધાન પરાથી કયો ? –
આ રીતે પોતાની શુદ્ધ કલ્યાણસાધના તો પ્રવાહિત થઈ ગઈ. પરંતુ એટલું કરીને એ બેસી રહેલું નથી. કિન્તુ શુભાનુબંધવાળી ઉત્તરોત્તર અખંડ ચાલતી ચારિત્રોગ-સાધનાના