________________
પ્રવજ્યા-પરિપાલન ]
૪૩૩
પ્ર-પરાર્થ-પ્રવૃત્તિ દા. ત. ઉપદેશ ક્યારેક નિષ્ફળ જાય છે ને ?
ઉ૦-પરોપદેશે પાંડિત્ય હેય ત્યાં પોતાના આત્મામાં ઠેકાણું નથી એટલે નિષ્ફળ જાય; કેમકે આચાર સાથેના ઉપદેશની અસર પડે છે. બાકી ઉત્તરોત્તર યોગ સિદ્ધિવાળા મહાત્માઓની દેશનામાં આપણે જેને નિષ્ફળતા સમજીએ છીએ એ ઉપલકિયા નિરીક્ષણ છે. ખરી રીતે શ્રોતાઓના દિલમાં કાંઈને કાંઈ અસર દા. ત. પાપ પ્રત્યે કમકમાટી વગેરે થયું હોય છે. ત્યારે વ્યક્તિગત ઉપદેશમાં તે એ પરાર્થકુશળ મહાત્મા અગ્ય પર પ્રયત્ન કરવા જતા જ નથી, પછી નિષ્ફળતા શાની મળે ?
સમંતભદ્ર અર્થાત તે પરાર્થ સાધક મહાત્મા ચારે બાજુથી કલ્યાણરૂપ હોય છે, કેમકે એ સર્વ આકારે સંપન્ન છે. એમની મુદ્રા સૌમ્ય, નયન આકર્ષક, વાણી એકાંત કલ્યાણની, પ્રવૃત્તિમાત્ર કલ્યાણરૂપ, સ્વભાવ બહુજ મુલાયમ અને મધુર, ચાલ કરુણાભરી, બીજા સાથે વ્યવહાર અતિશય સૌજન્ય ભરપૂર અને ઉદાર...વગેરે હોય છે. એવા એ
સુપ્રણિધાનાદિહેતુ અર્થાત (૧) પિતાની અંગત સાધના શું, કે પરાર્થસાધન શું, સર્વ સાધનામાં સમ્યફ પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્રુજય અને સિદ્ધિવાળા હોય છે. કારણ, ક્યાંય પણ એ ન્યૂનતા-ખામી-ગફલતવાળા હોતા નથી. એથી (૨) સામામાં પણ પ્રણિધાનાદિ જગાડનારા બને છે. દેખાય છે કે સર્વ વાતે ચોક્કસ શિક્ષક યોગ્ય વિદ્યાર્થીને પણ ચોકસાઈવાળો તૈયાર કરે છે. એમ આવા સુયોગ્ય સમંતભદ્ર મહાત્માથી પામેલા ભવ્યાત્માએ પણ પ્રણિધાનાદિવાળા બને છે.
૨૮