________________
૪૨૮
[ પંચસૂત્ર-૪ થતા જવાથી, શુભ અનુબંધવાળી થાય છે. તેથી (૫)એ પ્રધાન પર અર્થને સમ્યગ્રીતે સાધે છે. એવા સવાર્થમાં કુશળ હંમેશા તે તે (બીજન્યાસાદિ) પ્રકારે અનુબંધવાળા મહાન ઉદયને સાથે છે. તે આ રીતે, કે એ) સમ્યક્ત્વબીજના બીજભૂત (ધર્મપ્રશંસાદિ) ને સ્થાપિત કરવા પૂર્વક એ (પરમ સત્યાર્થ પ્રત્યે) કવીય આદિથી યુક્ત બની અવશ્ય ફળદાયી શુભ પ્રવૃત્તિવાળે બને છે તથા (એ જ પરમ સવાર્થ પ્રત્યે) સર્વામુખી કલ્યાણ વાળ અને સત પ્રણિધાનાદિને જનક હોય છે. મેહરૂપી અંધકારને હટાવનાર દીવે, રાગરૂપી રોગને કાઢનાર વિદ્ય, અને શ્રેષરૂપી અગ્નિને ઠારનાર સમુદ્ર બની અચિંત્ય ચિંતામણ-સમાન એ સંવેગને સિદ્ધ કરનારે થાય છે.
વિવેચન:-પ્રગતિ -હવે આગળ સાધુ કેવી પ્રગતિ કરે છે તે બતાવે છે. (૧) ઉપર કહ્યા પ્રમાણે ભાવ આરાધના સાથે જ્ઞાનપૂર્વક સમ્યફ ચારિત્રગે જે સાધવામાં આવે છે એ ક્રિયા સુકિયા બને છે. એનું કારણ એ છે કે એ સમ્યગ જ્ઞાનના પાયા પર આરંભાયેલી હોય છે, અને એમાં ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ થઈ હોય છે. જ્ઞાન સમ્યકુ છે એટલે શ્રદ્ધાપૂર્વકનું હોઈ એમાં આધ્યાત્મિક ઉથાન જ મહત્વનું લાગે છે. તેથી તેમજ પૂર્વ ભૂમિકામાં બધું ઔચિત્ય જાળવીને ચારિત્રજીવનને પ્રારંભ કર્યો છે એટલે હૃદય શુદ્ધ અને મહાવિવેકસંપન્ન હોવાથી હવે સધાતા ચારિત્રયાગ સહેજે સુશોભન ક્રિયારૂપ હેય.
૦(૨-૩-૪), (૨) આ ચારિત્રયોગસાધના એકાંતે નિષ્કલંક અર્થાત્ કઈ પણ જાતના દેશ-અતિચાર વિનાની હેઈ ડાઘઅશુદ્ધિથી તદ્દન રહિત હોય છે. સુક્રિયા સાધવી છે એટલે દોષ