________________
પ્રવજ્યા-પરિપાલન ]
४०० કારણ બન્યું છે. (૪) વળી શુભેાદય વધારીને ગુરુબહુમાન એ સંસાર-વ્યાધિને ચિકિત્સક બને છે. ગુરુબહુમાનના સેવનથી સંસાર-રોગને અંત આવે છે.
- શાલિભદ્રને પૂર્વે સંગમગપાળના ભવમાં ગુરુ બહુમાન થવાથી શુભને ઉદય એ થયો, કે આ ભવમાં શુભેદય અને ગુરુબહુમાન બેય વધ્યા. પૂર્વના ગુરુબહુમાનથી અહીં અપૂર્વ . દિવ્ય ઋદ્ધિ–વિભવમાં ય ગુરુ શ્રી મહાવીર પ્રભુ ઉપરના જાગેલા : બહુમાને એને શ્રેણિક રાજાનું સ્વામિત્વ ખુંચ્યું, પ્રભુ પર બહુમાન વધ્યું ! એવું વધ્યું કે ઉચ્ચ ભેગવૈભવ-નીતરતા સંસાર-સુખે પરથી માન ઊઠી ગયું, ને એ સુખોને તજી પ્રભુને ચરણે ચારિત્ર લીધું. શુભેદય એ સતેજ થયે કે ત્યાંથી કાળ કરી અનુત્તર વિમાનમાં પહોંચ્યા, જ્યાં ગુરુ-બહુમાનની વૃદ્ધિ એવી, કે ગુરુની જેમ સતત નિર્વિકાર અને વીતરાગપ્રાયઃ દશામાં રમવાનું ! ત્યાંથી વિદેહમાં જઈ ક્ષે જશે. આમ ગુરુબહુમાને અલ્પભવે સંસાર-રોગને અંત !
ગુરુબહુમાન સર્વસુંદર –
આવા મુક્તિફલની ક૨વેલડી સમા ગુરુબહુમાનથી અધિક સુંદર બીજું કાંઈ નથી. સુંદર તે શું, પણ સમાનતા માટે ય આ જગતમાં એવી કોઈ ઉપમા પણ નથી, કે જેથી એને સમાનતાયે સરખાવી શકાય.
પ્ર-ગુરુ બહુમાન કરતાં અહંદુબહુમાન અધિક સુંદર નહિ?
ઉ૦-શી રીતે ? “નો મં પરિપત્ર તે ગુણ' એ જિનાજ્ઞાથી ગુરુ માન્ય થાય છે તેથી ગુરુબહુમાનના મૂળમાં જિનેન્દ્રબહુમાન રહ્યું, કહે, એની અંતર્ગત જ બન્યું. પછી એ અહંદુબહુમાનથી ઊતરતું શી રીતે ?