________________
४०७
પ્રવજ્યા-પરિપાલન ] ન હોય, તે જે કાંઈ પડિલેહણાદિ શાસ્ત્ર-વિહિત ક્રિયા કરે, તે સતક્રિયા નથી. તે તે કુલટાનારીના ઉપવાસાદિ ક્રિયા જેવી છે. પતિનું એઠું સાચવવા પતિની ચાકરી કરનારી, પણ પતિવ્રતને ઊલંધી પતિના પરને અનન્ય રાગ છેડી, પરપુરુષ સાથે ગાઢ રાગ બાંધી સ્વવિષય-ગૃદ્ધિથી દુરાચારમાં રક્ત બનનારી સ્ત્રીને ઉપવાસ ઈષ્ટ લાભ પમાડતો નથી. તે પ્રમાણે ગુરુનું એઠું સાચવવા ગુરુની ચાકરી પણ કરે, છતાં ગુરુ પ્રત્યે બહુમાન ન ધરે. અને તુચ્છ સ્વાર્થ લાલસામાં રમે તો તેની ચારિત્રની કષ્ટવાળી પણ ક્રિયા ઈષ્ટ ફળ મોક્ષ નથી આપતી, પણ ઉલટું ભવભ્રમણરૂપી ફળ આપે છે. - પ્રવે-ચારિત્ર ક્રિયાનું ફળ તે મોક્ષ છે, તે અહીં કદાચ એ ફળ ન મળે, પણ ઉર્દુ સંસાર ફળ કેમ?
ઉ૦–એમાં વિષાન્નની તૃપ્તિના ફળનું દૃષ્ટાંત છે. પૌષ્ટિક અન્ન આમ તે શરીરને સારી પુષ્ટિ કરે, પરંતુ એમાં ઝેર પડ્યું હેય તે તદ્દન ઉલટું જ ફળ આવે છે. ઝેર ભેળવેલું અન્ન ખાવાથી ક્ષણવાર તૃપ્તિ થાય ખરી, પણ એ વિષાક્ત શરીરમાં તુત પરિણમતા ભયંકર નીવડે! તેથી પુષ્ટિ તે નથી થતી, પણ ઉલ્લુ નસે ખેંચાઈ કરુણ મૃત્યુ નીપજે છે. તેમ અહીં ગુરુનું બહુમાન કરવાની જે જિનાજ્ઞા, તે વિરાધવાથી સંસાર-ફળ સંપજે છે. ચારિત્ર કિયા આત્માને પોષક તત્ત્વ છે, પણ જિનાજ્ઞાની વિરાધના એ ઝેર છે. એનાથી ધર્મપ્રાણ નાશ પામે છે, અને મેહ વધે છે. તેથી કહેવાય કે પ્રાણીઓ જેમાં પુનઃ પુનઃ આવર્તે છે, વિરામ વિના ફરે–આથડે છે, એ સંસાર એજ વિરાધના વિષનું ફળ છે. એ સંસાર પાછો મેહના લીધે અશુભના અનુબંધવાળે