________________
૪૧૩
પ્રવજ્યા-પરિપાલન] તેજલેશ્યાને લંધી, એથીય ઊંચા નિર્વિકાર ચિત્તના પ્રશમસુખના પ્રશાન્તસાગરમાં ઝીલે છે. તેથી તે ગુફલ, અને આગળ વધીને શુક્લાભિજાત્ય બને છે. - અહીં ઉપર ઉપરના દેવલોકના દેવતાને તેતેશ્યા યાને પ્રશમસુખ અધિકાધિક તેજસ્વી હોય છે, કેમકે એને વિકારે ઓછા ઓછા હોય છે. એમાં ૯-૧૦-૧૧-૧૨ મા દેવલોકમાં માત્ર મનને વિકાર હોય છે, અને તે દેવીનું ચિંતનમાત્ર કરવાથી શાન્ત થઈ જાય છે. પછી ઉપરના નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવે તે નિર્વિકાર જ હોય છે. એ એટલી બધી ઊંચી શાતામાં વિહરે છે કે એમને ઈન્દ્રિય અને મનની કઈ ખણજ-આતુરતા જ ઊઠતી નથી. તેથી વિષયવિકારજન્ય સુખ કરતાં કંઈગુણ ઊંચા પ્રશમ સુખને અનુભવે છે. મુનિ ચારિત્રની આરાધનામાં ઇન્દ્રિયને પ્રત્યાહાર તથા ભાવ પ્રાણાયામ પછીના પાંચમા ગાંગ વિષયનિવૃત્તિ) કરતાં કરતાં બાર મહિને એટલા બધા રાગાદિવિકાર-રહિત બનવા સાથે શ્રતો પગ લીન બને છે કે ત્યાં એમના ચિત્તનું પ્રશમસુખ અનુત્તરવાસી દેવના પ્રશમસુખને ટપી જાય છે. ચારિત્ર લીધેલું પ્રમાણ કેમ થાય, ચારિત્રમાં આત્મપરિણતિ કેવી ઘડતા આવવાની છે, એ આમાંથી જાણવા મળે છે. વિદ્વત્તા કેટલી આવી એના પર સફળ ચારિત્રપર્યાયનું માપ નથી, પરંતુ રાગાદિ વિકાર શમાવી દઈ કૃપાગમાં લીન થવા સાથે પ્રશમભાવની રમણતા કેવી આવી એના પર માપ નીકળે છે. પ્રથમ વિશેષ વિકસ્યા પછી આત્મા શુકલ-શુકલાભિજાત્ય બને છે.
ગુરુ એટલે ઉજજવળ ચારિત્રવાળે અમત્સરી અર્થાત