________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૯૫
આ પરિણામ છે. તે જો ધીમે ધીમે વધી જશે, તેા શરીરની સાતે ધાતુઓમાં પ્રસરી કારમી પીડા અને કદાચ મૃત્યુ પણ કરશે. પરંતુ જો મારા ખતાવ્યા પ્રમાણે ઔષધનું સેવન કરશેા, તા જરૂર ફાયદા થશે. તેમાં પથ્ય તે પાળવુ જ પડશે. બીજો બધેાજ ખારાક છેડી દઈ, માત્ર ઘેાડુ મગનું પાણી લેવું પડશે. તે પણ દિવસના એ જ વાર, તે સિવાય કશુંજ નહિ. ભૂલેચૂકે પણ બીજા ખારાકને અડાશેય નહિ; ગમે તેટલી ભૂખ લાગશે, પણ કાંઇજ ખવાશે નહિ. પાણી પણ બહુજ એછું પીવાનું; તરસ લાગે તે પણ સહન કરવી પડશે. ઔષધ જૂદું અને અહુ કડવું હશે, તેય દિવસમાં દસ વખત લેવું પડશે; તે પણ વખતસર, તેમાં ભૂલ નહિ ચાલે. તેથી કદાચ પેટમાં પીડા થશે કે તાવ આવશે, શરીરમાં કળતર થશે, નિદ્રાય નહિ આવે, એ બધું સહન કરવુ. પડશે. પવન વિનાના સ્થાને પથારીમાંજ રહેવુ' પડશે. ઉઠાશે ય નહિ, અને બહાર જવાશે પણ નહિ. એમ કરવાથી રાગ મટી જશે. ’
જૂ
આટઆટલા નિયમે છતાં, મહારાગથી દુ:ખી દરદી રાગને નાશ કરવા તે ધ્યાનપૂર્વક સાંભળે છે, અને ચિકિત્સા શરૂ કરે છે. હવે તે આજસુધી ખાનપાન હરવું ફરવું, બેસવું, ઉઠવું વગેરે યથેચ્છ-મનફાવતી રીતે કરતા હતા. તે હવે તેને અટકાવી દે છે. હવે વૈદ્ય જેમ કહે છે, તે પ્રમાણેજ બધું કરે છે. આ પ્રકારે સેવન કર્યાથી તે કાઢના ચાઠા વગેરેની સાથે જેમ જેમ વ્યાધિથી મૂકાતા જાય છે, તેમ તેમ પીડા દૂર થતી જાય છે. હવે મસ્તકાદિમાં તેવી ઉગ્ર વેદનાઓ કે શરીરે ચળ નથી ઊડતા. શરીરે કંઇક સ્વસ્થતા અનુભવાય છે. એથી આરેાગ્ય