________________
४००
[પંચસૂત્ર-૪
ન ટળે, તે એ વેદનાઓ જાય જ નહિ.
આવા પણ અનાદિના કર્મ રોગને ટાળવાના ઉપાય શુભ આશ્રવ, સંવર અને નિર્જરા છે. શુભ આશ્રવ એ પુણ્યાનુબંધી પુણ્ય આપી સંવર નિર્જરા માટે અનુકુળ સામગ્રી આપે છે. સંવર નવા કર્મરોગને પસવા નથી દેતા, અને નિર્જરા જૂનાં કર્મને કાપે છે. આ ઉપાય સાધવા માટે બાહ્યભાવમાંથી આંતરભાવમાં જવું જોઈએ. પ્રભુભક્તિ, ગુરુની વૈયાવચ્ચ, ધર્મશ્રવણ વગેરેની ભરચક પ્રવૃત્તિઓથી જીવન મઘમઘાયમાન જોઈએ. માર્ગાનુસારીના ગુણો, ધર્મગ્યતાના ગુણે, મેશરુચિ, તત્વશ્રદ્ધા, સમ્યકત્વ વગેરે જીવનમાં જરાય અળગા ન મુકાય. એને યોગ્ય શુભ કરણીએ સાદર અને સતત સેવાવી જોઈએ. ઇન્દ્રિયને શુભ વ્યાપાર, પ્રશસ્ત કષા, ધાર્મિક સમારંભે, મનવચનકાયાની શુભ પ્રવૃત્તિ, ઈત્યાદિ શુભ આશ્ર, સમિતિ-ગુપ્તિ-પરિસહ-યતિધર્મ-ભાવનાસંયમરૂપી સંવર, અને બાહ્ય અત્યંતર તારૂપ નિર્જરા તત્વ, આનું સેવન કરેગને ધરમૂળમાંથી નાશ કરે છે. સદ્ગુરુના વચનથી કિયાએ આદિદ્વારા કર્મને બરાબર સમજે, પછી એ ઔષધનું ઉત્તમ રીતે સેવન, એટલે કે પૂર્વે ત્રીજા સૂત્રમાં કહેલી વિધિથી પ્રવ્રયારૂપી સમ્યફ ચિકિત્સા સ્વીકારીને, સ્વેચ્છાચાર અને પ્રમાદાચરણને ત્યાગ કરી, અપ્રમત્તપણે સંયમયેગે પાળવા જોઈએ. દેહને પણ એ સંયમ અર્થે ટકાવવા પુરતું જ પથ્ય એટલે અસાર-અન્તપ્રાન્ત એ શુદ્ધ (નિર્દોષ અને પ્રાસુક) આહાર સેવી શકાશે. જગતની સર્વ હોસ્પીટલે કરતાં ઊંચી કમાગ કાઢનારી હોસ્પીટલ સંયમ જીવન; એમાં ઊંચાજ નિયમન હોય.