________________
પ્રત્રજ્યા–પરિપાલન ]
૪૦૩ ગયે. મરીને દેવ થશે. ત્યાં પૂર્વનું બધું જાણું અહીં આવી યુક્તિ કરી બાપને ઠપકે આ .)
આમ પરીસહ આવે છતાં તત્ત્વસંવેદનથી તે સહીને દઢ ચિત્તથી ક્ષાયોપથમિક ભાવને (શુભ સંયમના અધ્યવસાયને) વધારે છે. આમતવમાં મનને શુદ્ધ ઉપયોગ રાખી પોતાની ઈતિકર્તવ્યતા(મોક્ષ પર્વતની નિયત સાધના)માં સદા જાગ્રત રહી, હવે એ રતિ-અરતિ, કામ-કષાય, રાગદ્વેષ, હર્ષ-શેક, વગેરે ભાવ ન્હો (યુગલે) નહિ હેવાથી નિસ્તરંગ, પ્રશાંત મહાસાગર જે તે નિર્વિકલ્પ મસ્ત રહે છે. પ્રશાન્ત એ તે આત્માના પ્રશસ્ત તેજ-શુદ્ધ ઓજસરૂપી બારમાસના ચારિત્રપર્યાયમાં તે અનુત્તરવાસી દેવની ચિત્તના પ્રશમસુખરૂપી તેજેલેશ્યાને લંઘી જાય છે, અર્થાત્ અદભુત પ્રશમસુખ અનુભવે છે.
પ્રશમસુખ કેવું? જગત જ્યારે હસીને અ૫ કાળ મામુલી ખુશ થાય છે, ત્યારે આ ગંભીર રહી તેથી ય કાંઈ ગુણો નિત્ય પ્રસન્ન રહે છે. જગતને ક્રોધમાં, ગુમાનમાં, માયા-લોભમાં ક્ષણિક અ૫ રાજીપે; ત્યારે આને ક્ષમાદિમાં વિપુલ કાયમી તેષ ! લેક રસદ્ધિશાતાને મેળવીને, ભેળવીને, સાચવીને તુચ્છ ક્ષણજીવી સુખ અનુભવનાર; ત્યારે આ અલિપ્ત રહીને, ત્યાગી તપસ્વી બનીને અક્ષય અખૂટ સુખ અનુભવે! આ પ્રથમ સુખની વિશાલતા અને દીર્ઘકાળસ્થિતિનું કારણ એ કે એને કેઈ બાહસંગ કે પરિસ્થિતિની અપેક્ષા નહિ, તેમજ કેઈ આતુરતા નહિ. એ તે આત્માના શુદ્ધ બનેલા સ્વરૂપમાંથી પ્રગટે છે. આત્મસમુદ્રમાં વિકની ભરતી ઓટ જ દુઃખ ઉપજાવે છે. અહીં શુદ્ધ ચારિત્રજીવનમાં વિકલ્પ ઊઠતા જ નથી, તેથી એમાં શાંતપણે નીતરતું સુખ અનુભવાય છે.