________________
૩૭૬
[ પંચસૂત્ર-૪ આશ્વાસન રૂપ છે, તેમ ભવરૂપી સાગરમાં પડેલાને ચારિત્રબેટ એ આશ્વાસન દ્વીપ છે. અહિં દ્વીપ વિના સમુદ્રમાં કેવી કેવી આપદાઓ છે તે વર્ણવી, તેની સાથે ચારિત્ર વિનાના સંસારસમુદ્રની આપદાઓ સરખાવવામાં આવશે. અને ચારિત્રના લાભ બતાવાશે. જ્ઞાન–દવા વિના સંસાર-અરણ્યમાંની વિકટ સ્થિતિનું પણ એ પ્રમાણે.
દ્વીપ શું કરે ? –
૧. ચારિત્ર-દ્વીપની કિંમત સમજનાર અને ગરજવાળે વિચારે છે, કે ધારે કે કઈ માણસ દરિયામાં ડૂબતે હતે. તરી જવા તરફડી મારતો હતો, ત્યારે બીજી બાજુ દરિયામાં રહેલા વિકરાળ જળચર પ્રાણીઓ એને આખે ને આખે ગળી હયાં કરી જવા મથતા હતા. ત્યાં જે દ્વીપ મળી ગયો તે એને લાગે કે અહે ! આ દ્વીપ એમાંથી કે બચાવી લેનારે!” (૨) વળી દરિયામાં ભૂખે ને તરસે મરી જાત. ખાવા માટે મિઠાઈ ફળ-ફળાદિ ન હતા. અરે સુકો રેટ પણ ન હતું, અને પીવા માટે ઠંડું તે નહિ, પણ ઉના ય મીઠા પાણીનું એકાદ ચાંગળુંય ક્યાં હતું? ઉલટું એવું ખારું પાણી હતું જેથી શરીર ખવાઈ કહેવાઈ જાય, પછી મહા વેદનાએ ઊઠે ! એને સંભાળનાર પણ કોણ ? ત્યાં દ્વીપ મળતાં લાગે કે અહે ! ત્યારે આ દ્વીપે મને કે ઉદ્ધ! (૩) દરિયામાં ડૂબેલો હતું, ત્યારે ઘડીકમાં ઉપર અને ઘડીકમાં ઠેઠ સાગરને તળીએ ! ક્યાંય સ્થિરતા કે સ્વસ્થતા ન મળે. એમાંય શક્તિહીન અને મૂચ્છિત થઈ જતાં સમુદ્રના ઘેરા પાણી નીચે કાયમને માટે દફનાઈ જવાનું ! દ્વિીપ-પ્રાપ્તિ પર થાય છે ત્યારે આ દ્વીપમાં કેવી સરસ