________________
૩૭૪
[ પ ́ચસૂત્ર-૪
એવા માહના અર્થાત્ મિથ્યાત્વ અને કુમતિના અંધકારને હટાવવા દીવાની જેમ પ્રકાશ આપે છે.
એ દ્વીપ ન મળે તા એ વિકારામાં પીડાઇ સડી મરવાનુ થાય; અને એ દીવા ન મળે તે આત્મઘરમાં સનિધાન હાવા છતાં અજ્ઞાનના અંધારામાં કાંઈ પણ દેખ્યા • વિના કુટાઈ મરવાનુ' થાય.
·
કેઇ ઘરમાં રત્નની પેટી હોય, મેવા પકવાન્ન અને અમૃતપાને ભરેલા ભેાજન હોય, પરંતુ જો ઘરમાં અંધકાર અંધકાર છે, પ્રકાશ નથી, તે એ ન દેખાવાથી લેવાનું તા મુશ્કેલ, પણ ઉર્દુ ઘરમાં અંધારે વચમાં થાંભલા વગેરે સાથે અથડાયા કુટાયા કરવાનું થાય. ત્યારે જો પ્રકાશ હોય, તે તુરતજ એનો ગ્રહણ અને ઉપભાગ થઇ શકે. તે પ્રમાણે અંધકારમય સંસારમાં જ્ઞાન જો ભાવપ્રકાશમય દીવેા છે.
ઉદાયન રાજા પ્રભાવતી રાણી પર અત્યંત મુગ્ધ હતા; રાણી જૈનમદિરમાં નૃત્ય કરતી પ્રભુની ભક્તિ અર્થે; ત્યારે રાજા ત્યાં વીણા વગાડતા રાણીની પ્રસન્નતા માટે! એવા વિષયાદિ વિકારાવાળા પણ રાજાએ, પ્રભાવતી ચારિત્ર પાળી દેવ થયેલ એનાથી પ્રતિષેધ પામી, શ્રી મહાવીર પ્રભુ પાસે ચારિત્રરૂપી દ્વીપનું આલખન કર્યું, તેા વિકારાનો વિધ્વંસ કરી ક્ષાયિક ચારિત્રે ચડી કેવળજ્ઞાન અને માક્ષ પામ્યા.
વાદી સિદ્ધસેન બ્રાહ્મણુ ધુરંધર વિદ્વાન છતાં સર્વજ્ઞાક્ત તત્ત્વનું જ્ઞાન નહિ પામેલા, તે મિથ્યાજ્ઞાન-અભિમાનના-અંધકારમાં અથડાતા હતા. જૈનાચાય વૃદ્ધવાદીજી સાથે વાદમાં હારવાથી શરત મુજબ એ એમના શિષ્ય થઈ જૈન સિદ્ધાન્તા ભણ્યા.