________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૭૩ કિયા તે બીજી પ્રત્યાખ્યાન પરિણા. આનાથી તદ્દન ભિન્ન સંસારની વાતેનું સચોટ જ્ઞાન અને કિયા જીવને ક્યાં સુલભ નથી? પૂર્વના અનંતાનંત ભવમાં કયા એક પણ ભવમાં જીવ એને ભૂલ્યા છે? એથી તદ્દભવમાં પાપમય જીવન આધિ-વ્યાધિઉપાધિ-તૃષ્ણ અને અતૃપ્તિની પીડાઓ, તથા પછી ભવની પરંપરા સિવાય બીજું શું મળ્યું છે? પણ હવે જે આ બે પરિણાથી સમિતિગુપ્તિ આત્મસાત્ થઈ જાય, તે આ લોકમાં પરમ સ્વસ્થતા, અને પછી ભવનો અંત થઈ જાય. કે સુંદર દુર્લભ ગ
૮. આશ્વાસદ્ધીપ-પ્રકાશદીપ સૂત્રતા માસા-જયાસરીવ સંરથિરૂમેશં શીળथिरत्थमुज्जमइ ।
અથ –તથા આશ્વાસ દ્વીપ-પ્રકાશદીપ ચળ અને અસ્થિરાદિ પ્રકારના હેય તેને કાયમી અને સ્થિર બનાવવા મથે.
વિવેચન-હવે ચારિત્રી સમજે છે કે આ લેકમાં સમ્યફ ચારિત્ર અને જ્ઞાન કેવી લકત્તર વસ્તુ છે ! એ આશ્વાસ પ્રકાશ દીવ છે. “દીવના બે અર્થ. ૧. દ્વીપ અને ૨. દીપ. ચારિત્ર એ આશ્વાસ-દ્વીપ છે, અને જ્ઞાન એ પ્રકાશદીપ છે. ભવસમુદ્રમાં કષાય અને અવિરતિના કારમા વિકારોમાં તણાઈ ડૂબી રહેલા જીવને ચારિત્ર એ દ્વીપની માફક આશ્વાસન આપે છે. સમુદ્રજળની જેમ અવિરતિ અને કષાયેના વિકારે આત્માને આકુલ-વ્યાકુલ કરી ગુંગળાવી બેભાન કરી નાંખે છે, ત્યાં ચારિત્ર એ વિકારેની વિરતિ (શાંતિ) કરી મહાન સુખ અને સ્વસ્થતા આપે છે, ત્યારે જ્ઞાન એ એકાંત દુઃખથી વ્યાપ્ત