________________
૩૮૦
[પંચસૂત્ર-૪ મોહમાયાકષાયને ત્યાગ, ધર્મશુકલધ્યાન વગેરેને જ્ઞાન દી. એવા બતાવી આપે છે, કે પછી તે માત્ર અલ્પકાળના પ્રબળ પુરૂષાર્થની જ જરૂર.
આવા દીપ અને દીવાને પામી, તરતા દીપમાંથી સ્થિર દીપમાં જવાનું છે. અસ્થિર દીવામાંથી સ્થિર દવે મેળવવાને છે. જવાનું કેવી રીતે બને ? શુભ ભાવનાઓ અને શુકલધ્યાનની ફલાંગ મારીને ક્ષાયિક ચારિત્ર અને સર્વજ્ઞતામાં પહોંચાય એટલે બને. અસ્થિર દીવામાંથી સ્થિર દી કેવી રીતે મેળવાય ! અસ્થિર દીવાની લાપશમિક સમ્યક્ત્વવાળી અનિત્ય જ્ઞાનદીવડાની વાટ, તેલ, વગેરે સામગ્રીને જોરદાર અને અક્ષય કરી નાખે. સમ્યકત્વને સડસઠ પ્રકારને વ્યવહાર જોરદાર બનાવી દે, તત્વભાવનાના વેગને વધારી દર્શનસપ્તક ખંડવાની ક્ષપકશ્રણ લગાવે, તે ક્ષાયિક સમ્યફ થાય. લાપશમિક ધર્મોનું પાલન બહુધા શાસ્ત્રવચન, ગુરુદાક્ષિણ્ય, લોકલજજા, કર્મવિપાકના ડર વગેરેના આલંબને ચાલે છે. જેમકે “ભાઈ ! શાસ્ત્ર આમ ફરમાવે છે, માટે આપણે એમ જ ચાલે. નહિતર આજ્ઞાના ઉલ્લંઘનની સજા ભારે થશે ! ગુરુમહારાજ જુએ કે જાણે, તે ઠપકો આપે માટે એમ ન વર્તવું. લોક જોશે તે ખરાબ કહેશે” ઈત્યાદિ,
નવ્યજીવનના નવ ઉપાયઃ
હવે જે ક્ષાપશમિકમાંથી ક્ષાયિક ભાવમાં જવું છે, નિત્ય નવીન સત્ જીવન પ્રાપ્ત કરવું છે તે આ નવ ઉપાય અમલમાં ઉતારે.
(૧) પહેલું તે જિનાજ્ઞાએ નિષિદ્ધને હેયને ત્યાગ અને વિહિતનું-ઉપાદેયનું સેવન સ્વભાવગત બનાવવા મથવાનું.