________________
પ્રત્રજ્યા-પરિપાલન ]
૩૮૫
6
ક્ષમા તા કાઇ પ્રતિકૂળ અને ત્યાં કરવાની ઊભી થાય. માટે આવા મનારથ ચિંતવા કે કોઈ મને મારવા તલવાર ખેંચીને આવે, તે, પણ મારા જીવને હું પૂર્ણ ક્ષમાવાળા રાખું હું ક્ષમામાં ઝીલતે રહે ! ક્ષમારૂપી હીંચકામાં હીંચ્યા કરૂં ! ક્ષમાના આનંદમાં મસ્ત ખનું ! શત્રુ મારા કર્મોં ખપાવવામાં સહાયક થાય છે તેથી એ શત્રુને મારે મિત્ર માનુ’, ‘એ બિચારા પાપથી સંસારમાં રુલી જશે!' એવી એની દયા ખાઉં. જો હું કષાય કરું, તેય મારે પૂર્વ ઉપાજેલાં મારાં કર્મોને તે અવશ્ય ભાગવવાં જ પડે છે; એથી આપત્તિમાં તે કાંઈ સુધરતું નથી, પણ વધારામાં આકુલતા-વ્યાકુળતાએ કરેલા કષાયાથી આત્માના ક ખ ધન વધે છે! કુસસ્કાર જર્જરિત થવાને બદલે તાજા અને દૃઢ થાય છે ! માનવભવના ક્ષમા કેળવવાના સેાનેરી ગુમાવાય છે ! અને સામાને પણ આ બધું નિપજાવાય છે !' ઇત્યાદ્દિ વિચારણાથી શત્રુને મિત્રવત્ લેખે.
આ નવ ઉપાચાનું સેવન કરતાં કરતાં આત્મા અપ્રમત્તભાવને ખીલવવાનું જરાય ન ચૂકે. એ માટે પુદ્ગલના પરિચય માત્રથી ગભરાય. અનુકૂળ પ્રતિકૂળ સચૈાગેામાં ઉદાસીન રહેવા ખૂબ સાવધાન હોય. એ માટે આત્માનું અવિકારી અને અક્ષય સ્વરૂપ અસાંચાગિક આનંદ, જડથી તદ્દન અલિપ્તતા-વગેરે ખૂબ ચિંતવે, અનુભવે, અને ભાવે. એ માટે જીવનને સંયમ-સ્વાધ્યાયના ચાગા અને તપથી જ વ્યાપ્ત કરે. આમ કરતાં કરતાં અધ્યવસાયની ઊંચી વિશુદ્ધિ થાય, તેથી ક્ષપક શ્રેણી થઈ, ક્ષાયિક ચારિત્ર, અને ક્ષાયિક જ્ઞાન રૂપી સ્થિર દ્વીપ અને દીપ પ્રગટ થાય.
૨૫