________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૮૭ મહા પ્રતિકૂલ હતું, માટે જ છેડયું છે,’ એ એ અભ્રમ (નિર્ણય). રાખે. તેમ, પ્રવૃત્તિ માર્ગમાં અધીરાઈ ઉત્સુકતાથી વ્યગ્ર ન બને. પિતાના વિકાસમાં નિશ્ચિત આગળ વધે, પણ “હાય ! હું રહી ગયે ! આ કેટલું ભણ્યા, આમણે કેટલે તપ કર્યો, ફલાણા કેટલા વધ્યા?” એવી ઉત્સુકતા (જાણવાની આતુરતા) એ નથી સેવ. કેમકે, પરિચિંતામાં સ્વચિંતા ચૂકાય છે, ખેટ ખેદ અને હતાશા થાય છે. | (૩) વળી અસંબ્રાન્ત અને અનુસુકને ત્રીજી રીતે વિચારતાં, આત્માના બે ભાવ–આંતર ભાવ અને બાહ્ય ભાવ; એમાં આંતરભાવ શુદ્ધ સ્વાત્માનુલક્ષી વ્યાપાર, એમાં બ્રાન્તિરહિત નિશ્ચિત હૃદયે તલ્લીન રહે. આત્મહિતની જેટલી પ્રવૃત્તિ, જે કોઈ સંયમ ચેગ, શુભ ભાવનાઓ, શાસ્ત્ર-સ્વાધ્યાય-પરિહાદિ સહન, સમાદિ યતિધર્મ, શુભ વાણી-વ્યાપાર, બાહ્યાન્તર તપ. વગેરે, એ બધાનું સેવન લેશમાત્ર ભ્રાન્તિ વિના વિશ્વસ્ત હદયે કરે. ત્યારે બાહ્ય ભાવમાં તાણી જવાના સંભવવાળા આહારવસ્ત્રપાત્ર–વસતિ વગેરે અંગે હા ! ઠીક મળે તે સારું. જ્યારે મળશે?”.....વગેરે અંગે અનુસુક રહે, ઉત્સુકતા ન રાખે. જ્યારે મળે ત્યારે ભલે. જેવું મળે તે બરાબર લેખે. એનું મહત્વ ન આકે. ઉદાસીન ભાવે એમાં પ્રવર્તે. અનુકૂલની પ્રાપ્તિની કે રક્ષાની, અને પ્રતિકૃલના વિરહ કે અનાગમનની કેઈ ઉત્સુકતા ન રાખે.
અસંસત ગસાધના:- વળી અભ્રમ અને અનુ. સુકતાથી સાધુપણાના રોગોનું અસંસક્ત આરાધન કરે. બીજી ભળતી કે સારી વસ્તુથી જે મિશ્રિત હોય, તે વસ્તુ સંસક્તમિશ્રિત કહેવાય. લોટમાં જીવાત પડી તે તે સંસક્ત બને.