________________
૩૭૨
[ પંચસૂત્રભાવની પકૂવાપરવતા: બાળ-પુખ્ત ચારિત્ર:મુનિ સમજે છે કે જેમ માતાના ત્યાગે બચું વિનાશ પામે, એ દષ્ટાંતે આ પ્રવચનમાતાનો ત્યાગ એ ચારિત્રરૂપી બાળકના પ્રાણનું ક્ષરણ-ક્ષય-કારી થવાથી અનર્થમાં પરિણમશે. ભાવની વિચારણુએ છદ્મસ્થ યાને અ-વીતરાગના ચારિત્ર-ભાવ એ બાળ ચારિત્ર છે, અને સર્વજ્ઞનું ચારિત્ર એ જ પુખ્ત ઉંમરનું છે. એ પ્રવચનમાતાના નિરંતર સહાગનું ફળ છે. કેમકે પ્રવચનમાતાના પ્રાણવત્ પાલનથી જ સમ્યગૂ રીતે ઉછરી બાળ-ચારિત્રના ભાવ એ કેવળી-ચારિત્રના ભાવની પરાકાષ્ઠામાં પરિણત થાય છે. (બચું મોટું-પક્વવયનું થાય એ દ્રવ્ય પરિણતિથી.) એટલે, એ અબાળ ચરિત્ર ન આવે ત્યાં સુધીના અવ્યક્ત-અપકવ વયના ચારિત્રબાળને પ્રવચનમાતા વિના ન જ ચાલે. લાપશમિક ચારિત્રને સત્તામાં રહેલા ચારિત્રમોહનીય કર્મથી આવરાવાને ભય છે, ત્યારે પ્રવચનમાતાના પાલનમાં મનને સતત ઉપયોગ એ ભયની સામે જબરદસ્ત સંરક્ષણ આપે છે. વીતરાગ સર્વને સકલ મેહના અત્યંત ક્ષયથી નીપજેલા ક્ષાયિક ચારિત્રને કદી આવરાવાને ભય નથી. પણ તે ન થાય ત્યાં સુધી બાળચારિત્રને માતા સમિતિગુપ્તિ જોઈએ જ. એના સતત ઉપયોગથી આત્મા કષા અને પ્રમાદથી મુક્ત થતે આવે છે.
દ્વિવિધ પરિજ્ઞા સાધુ આ બધું જ જાણે છે, તે દ્વિવિધ પરિણાથી તેમાં એક જ્ઞપરિજ્ઞા, બીજી પ્રત્યાખ્યાન પરિજ્ઞા. અષ્ટ પ્રવચનમાતાનું સ્વરૂપ, ઉપયોગિતા, આવશ્યકતા, એક્ષફલકતા,ઈત્યાદિનું સમ્યફ શ્રદ્ધાપૂર્વક શિક્ષાથકી જ્ઞાન કર્યું તે જ્ઞપરિજ્ઞા. એ જ્ઞાનને અનુસરતી સમિતિગુપ્તિના આચરણની