________________
३६४
[ પંચસૂત્ર-૪ વિધિમાર્ગનું દુખ, ઉપેક્ષા કે અસ્વીકાર નથી કરતા, માર્ગની
શ્રદ્ધા રાખી પ્રવૃત્તિ કરનાર છે; એનાથી કદાચિત તીવ્ર શ્રદ્ધાબળ, વિલાસ, અને સચોટ ચિપગ આદિમાં ખામીથી વિધિમાં
ક્યાંક ચૂકાઈ જવાય, તે પણ એને એકાતે અનારાધના નથી; કેમકે માર્ગ શ્રદ્ધાથી એનામાં સમ્યકત્વ છે, અને સમ્યફવાદિ હોય ત્યાં સર્વદા સત્ કિયા સનુષ્ઠાન હોય; અસદુનુષ્ઠાનરૂપ અનારાધના તે માર્ગાનુસારીમાં ન હોય. કેમકે આ ઉન્માદાદિ અનર્થ એ તે બહુ મોટા દોષને લઈને બને છે. માર્ગાનુસારીમાં એ દોષ નથી. તેથી જે કદાચ વિધિની કેક ખલનારૂપ વિરાધના એનામાં હોય; તેય પરંપરાએ અર્થને હેતુ એટલે કે મોક્ષનું અંગ છે; કેમકે એણે માર્ગારાધનાથી વસ્તુ ત્યા તે મોક્ષગમનને આરંભ કરી દીધું છે. માર્ગાનુસારિતાના ગે વિરાધનાવાળાને પણ એને સાધવાને પુરુષાર્થ એ મેક્ષની સન્મુખ ગમન છે; જેમ, કાંટાવાળા, કે તાપ સહિત, યા મુંઝવણે કે બ્રાન્તિ સહિત પણ સન્માર્ગે પ્રયાણ કરનારે ઈષ્ટસ્થાનની તરફ જઈ રહ્યો છે. કહ્યું પણ છે કે માર્ગમાં કાંટા હોય, પિતાને તાવ હોય, યા મુંઝવણ કે ભ્રમણું હેય તેથી જરા ધીમે ચલાતું હોય, પણ એ માર્ગ સીધે માગ હોય તે એવું પણ ચાલવું એ ફલવાન બને છે. તેવી રીતે, મુનિની માર્ગને અનુસરતી પ્રવૃત્તિ સ્કૂલનાવાળી હોય, તોય તે ઈષ્ટ મેક્ષફળસાઘક જ છે. માર્ગાનુસારીની જ પ્રવૃત્તિની સડકે મેક્ષ સ્ટેશન આવે છે.
વિરાધક માર્ગનુસારીના ૩ પ્રકારઃ-વિરાધના થઈ જતી હોય છતાં માર્ગગામી હેય એમાં ત્રણ પ્રકાર છે. (૧) પહેલે જે સાધક વિધિની વિરાધના કરતે હશે, એને માર્ગશ્રદ્ધા હોવાથી