________________
૩૧૨
[ પૉંચસૂત્ર-૩
નિમિત્તો યાને પ્રશસ્તયાગ શુકન-શબ્દ પામી ગુરુ પાસે દીક્ષાની ક્રિયા કરે. (૭) ત્યાં દરેક ક્રિયા વખતે ગુરુદ્વારા ગુરુમંત્રે મત્રાયેલ વાસક્ષેપથી વાસિત થતા, (૮) અતિઉત્સાહ અને આનદથી ચિત્તને વિશુદ્ધ વિશુદ્ધ કરતા, ભાવેાહ્વાસ વધારતા તથા લોકેાત્તર સમ્યગ ભાવવંદન વગેરે શુદ્ધિ સાચવતા, મહાઆનંદ સાથે પ્રવજ્યાને અંગીકાર કરે, જે લૌકિક સ’સારવ્યવહારને સંપૂર્ણ ત્યાગ કરવા પૂર્વક લોકોત્તર ચારિત્રવ્યવહારોમાં જોડાઈ જવારૂપ છે.
ગુરુની આવશ્યકતાના હેતુ:
આ વિધાના સહેતુક છે. પહેલી તા ગુરુની આવશ્યકતા એટલા માટે કે, (૧) ચારિત્રધમ નાં અનુષ્ઠાન-સામાચારી વગેરેથી અપરિચિત મુમુક્ષુને એના પરિચયવાળા ગુરુ પાસેથી જ એનું માદન મળે. (૨) શાસ્ત્રમાંના ઉત્સ-અપવાદ ગુરુ જાણુતા હાય તેથી એમની દેખરેખ નીચેજ એને અનુસારે ચારિત્રપાલન થઈ શકે. કત્યાં ઉત્સર્ગ માગ સાધવા, કયાં અપવાદ માગતું આલંબન કરવું, એ ગુરુ ચીખી શકે; કેમકે એમાં ગુણ-દોષ (ગૌરવ–લાઘવ)ના ટકા માપવાનું ગજું એમનું હાય છે. (૩) છૂપા કુસંસ્કારે કયારે ય ઉદય ન પામી જાય એ માટે માથે ગુરુને અંકુશ જરૂરી છે. (૪) આરાધનામાં સાચુ પ્રોત્સાહન એટલે કે કચાંક ઉપબૃંહણા (સમર્થન-અનુમેદન), ને કયાંક સંશાધન ગીતા અને હિતસ ગુરુ જ કરી શકે....
(૨-૩-૪)દીક્ષાસ્વીકારની ક્રિયા એક મહાગંભીર અનુષ્ઠાન છે. સામાન્ય શુભાનુષ્ઠાન પણ ઇષ્ટદેવને નમસ્કારાદિરૂપ મગળ કરીને હાય છે, તે આમાં તે એ અવશ્ય જોઇએ, ને એ