________________
૩૩૯
પ્રવજ્યા-પરિપાલન ] જગ્યા ન મળી, તેથી શું થઈ ગયું ? ન ય મળે; ક્યાં બધા બારી પાસે બેઠા છે? પવન ન મળતાં, આ કાયામાંથી શું ઓછું થઈ જવાનું છે ? ઘર-દુકાનમાં ક્યાં પવન મળે છે? અથવા આખો દિવસ તે પવનમાં ફરું છું, તે ઘડી પવન ન મળ્યો, તેથી શું ? પવન કરતાં તો મારી કિયા વધુ મહત્ત્વની છે, લાભદાયી છે. પવનની ઈચ્છામાં તે વાયુકાય જેની વિરાધનાની અનમેદના છે.” આગ્રહ ન હોય, તે એ પ્રમાણે વિચારે. તેથી કુવિકલ્પ, દુર્બાન અને કષાયથી મુક્ત થાય.
આ સામાન્ય દાખલા પરથી સમજવાનું, કે જે આગ્રહ આવી તુચ્છ–નજીવી વાતમાં આટઆટલા કુવિકલ્પથી પીડે, તે મેટી વાતમાં કેટલા ભયંકર વિકપની હોળી સળગાવે ?
પુણ્ય દુબળું મળ્યું હોય ત્યાં આગ્રહ શા સારુ રાખવા કે આ શાતા, આ ઋદ્ધિ, કે આ માનપાન મળવું જ જોઈએ? સુખ સગવડના માલ પુણ્યના નાણાં પ્રમાણે જ મળે. નાણાં ન પહોંચતા હેય, ને માલને આગ્રહ રાખવો એ ખોટું. વળી અનંતા કર્મ જ્યાં જીવને ગુલામની જેમ વેઠમાં ઘસડી રહ્યા હોય, ત્યાં ગુલામને વળી આગ્રહ શા કે “મારું આ માન રહેવું જ જોઈએ ? મારું બીજાએ માનવું જ જોઈએ ? એવા આગ્રહમાં પુણ્ય અનુકૂળ નહિ હોવાથી માન ન મળતાં ભારે ચિત્ત-કલેશ થાય છે. એમ માયાના કે કંધના આગ્રહ પણ ફોગટ છે. જીવને સંગે શીખવે છે, કે “તું કેધ કર, અભિમાન કર, માયા કર, પછી પોતે તેને આગ્રહ રાખવા છતાં ન ફાવ્યો તે કહેશે, “દુનિયા બધી એવી જ છે. અહંભાવી છે, ઉઠાવગીર છે.” આ કેવું? જગતને દબાવવા ગયે, પણ પુણ્યાઈ